Into the Wild with Bear Grylls: બેયર ગ્રિલ્સ સાથે વિક્કી કૌશલ જંગલમાં બતાવશે એક્શન, અજય દેવગન પણ શોમાં મળશે જોવા

|

Sep 16, 2021 | 6:20 AM

બેયર ગ્રિલ્સ (Bear Grylls) ના સર્વાઇવલ શોમાં જલ્દી જોવા મળશે વિક્કી કૌશલ (Vicky Kaushal). વિક્કી શોના શૂટિંગ માટે આવતીકાલે સવારે માલદીવથી રવાના થશે.

Into the Wild with Bear Grylls: બેયર ગ્રિલ્સ સાથે વિક્કી કૌશલ જંગલમાં બતાવશે એક્શન, અજય દેવગન પણ શોમાં મળશે જોવા
Vicky Kaushal

Follow us on

Into the Wild with Bear Grylls:  ડિસ્કવરીનો સર્વાઇવલ શો ઈન્ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ (Bear Grylls) ને પ્રેક્ષકો ખુબ પસંદ કરે છે. આ શોમાં પીએમ મોદી સાથે ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા છે. જેમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth), અક્ષય કુમાર (Akshay kumar) નો સમાવેશ થાય છે. તાજેતરમાં આ યાદીમાં અજય દેવગન (Ajay Devgan)નું નામ સામેલ કરવામાં આવ્યું હતું અને હવે અન્ય એક અભિનેતાનું નામ ઉમેરાયું છે. આ છે બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal) . વિક્કી કૌશલ ટૂંક સમયમાં બેયર ગ્રિલ્સ સાથે શોમાં જોવા મળશે.

અજય દેવગન પછી, વિક્કી કૌશલને ડિસ્કવરી ચેનલ દ્વારા તેમના શો માટે સાઇન કરવામાં આવ્યા છે. વિક્કી શોની નવી સિઝનમાં જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં થવાનું છે.

કાલે સવારે જશે માલદીવ

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

ડિસ્કવરીના શો માટે વિક્કી કૌશલ 16 સપ્ટેમ્બરે માલદીવ માટે રવાના થવા જઈ રહ્યા છે. તે  સવારે 10:10 વાગ્યે ફલાઈટથી રવાના થશે.

શોએ કરી પુષ્ટિ

એક રિપોર્ટ અનુસાર, ડિસ્કવરી ચેનલે જ વિક્કી કૌશલની શોમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. આ શો સૌથી પહેલા ડિસ્કવરી પ્લસ એપ પર પ્રસારિત થશે. સોમવારે અજય દેવગન શોના શૂટિંગ માટે માલદીવ જવા રવાના થયા હતા અને હવે વિક્કી કૌશલ ગુરુવારે માલદીવ જવાના છે. આ બંને કલાકારો જુદા જુદા એપિસોડમાં એડવેંચર કરતા જોવા મળશે.

અક્ષય કુમાર બની ચુક્યા છે ભાગ

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને રજનીકાંત બેયર ગ્રિલ્સના આ શોનો ભાગ બની ચુક્યા છે. તેમણે શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં કર્યું હતું. બેયરે અક્ષય કુમારને શોમાં ગાંઠ બાંધવાનું શીખવ્યું હતું. આ સાથે, બંનેએ એક નદી પાર કરી હતી જેમાં ઘણા બધા મગરમચ્છ હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિક્કી કૌશલ ટૂંક સમયમાં સરદાર ઉધમ સિંહ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 16 ઓક્ટોબરે રિલીઝ થશે. આ સિવાય વિક્કી હાલમાં કિયારા અડવાણી સાથે ફિલ્મ મિસ્ટર લેલેનું શૂટિંગ કરી રહ્યા છે. વિક્કી પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે.

 

આ પણ વાંચો :- મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ

આ પણ વાંચો :- Salman Khan અભિનીત ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને લઈ આવ્યું મોટું અપડેટ, ફિલ્મ બંધ થવા પર નિર્માતાઓએ તોડ્યું મૌન

Published On - 6:20 am, Thu, 16 September 21

Next Article