ભારતીયો માટે હાલમાં ગર્વની વાત થાય તેવા સમાચાર સામે આવ્યા હતા. એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRના સોન્ગ ‘નાટુ નાટુ’ને શ્રેષ્ઠ ગીત માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સંગીતકાર એમએમ કેરાવની, ગાયક કાલ ભૈરવ અને રાહુલ સિપ્લીગુંજના આ ગીતને 80માં ગોલ્ડન ગ્લોબ્સમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સોન્ગએ ભારતીય થિયેટરોમાં પણ ધૂમ મચાવી હતી અને હાલ આ સોન્ગ દુનિયાભરના થિયેટરોમાં અલગ અલગ ભાષામાં ધૂમ માચવી રહ્યો છે. જણાવી દઈએ કે સોન્ગ ‘નાટુ-નાટુ’ પ્રખ્યાત એવોર્ડ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થયું છે. આ સોન્ગ સાથે અનેક રસપ્રદ અને રોમાંચક વાતો જોડાયેલી છે.
એવોર્ડ વિંનિગ સોન્ગ‘નાટુ-નાટુ’ એક તેલુગુ સોન્ગ છે. જે હિન્દીમાં ‘નાચો નાચો’ તરીકે રિલીઝ થયું હતું. સોન્ગનું સંગીત એમએમ કેરાવનીએ આપ્યું છે. તેને રાહુલ સિપ્લીગુંજ અને કાલ ભૈરવે ગાયું છે. ગીતની કોરિયોગ્રાફી પ્રેમ રક્ષિતે કરી છે. આ ગીતને ‘મ્યુઝિક (ઓરિજિનલ સોંગ)’ કેટેગરીમાં ઓસ્કાર નોમિનેશન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં કલાકાર જૂનિયર એનટીઆર અને રામચરણે જણાવ્યું હતુ કે આ સોન્ગનું શૂટિંગ 65 દિવસમાં થયું હતું. તમને જાણીને નવાઈ લગાશે કે રશિયા-યુક્રેન યુદ્ધના થોડા મહિના પહેલા જ આ સોન્ગનું શૂટિંગ યુક્રેનમાં થયું હતું. આ શૂટિંગ વર્ષ 2021માં યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીના સરકારી નિવાસ Marrinskyi Palaceમાં શૂટ થયું હતુ. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કી પણ એક કલાકાર રહી ચૂક્યા છે. તેમણે જ આ ધમાકેદાર સોન્ગના શૂટિંગની પરવાનગી આપી હતી.
આ ધમાકેદાર સોન્ગ પર ધમાકેદાર ડાન્સ સ્ટેપની કોરિયોગ્રાફી કરનાર કોરિયોગ્રાફ પ્રેમ રક્ષિતના જીવન સાથે પણ રસપ્રદ વાતો જોડાયેલી છે. તેલુગુ અને તમિલ ભાષાની 70થી વધારે ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરનાર પ્રેમ રક્ષિતે આ સોન્ગ માટે 80 વેરિએશન તૈયાર કર્યા હતા. કલાકારોએ તેના માટે 18 રીટેક આપ્યા હતા. એક મહિના સુધી તેમણે 97 ડાન્સ મૂવમેન્ટસ પર કામ કર્યું હતુ. અંતે રાજામૌલીએે આ ધમાકેદાર સ્ટેપ્સ પસંદ કર્યા હતા.
પ્રેમ રક્ષિતના પિતા હીરાના વ્યાપારી હતી. કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે વર્ષ 1993માં કેટલીક સમસ્યાને કારણે પરિવારથી અલગ થઈને ટેલરની દુકાન પર કામ કરવા લાગ્યા હતા. તેમના પિતા ફિલ્મોમાં ડાન્સ અસિસ્ટેન્ટ પણ બની ગયા હતા. એક સમયે આર્થિક તંગીમાં નોકરી ન મળતા તેઓ તણાવમાં આવીને સુસાઈડ કરવા ગયા હતા.
સુસાઈડ કરવા જતા સમયે તેમના પિતાના એક ફોનને કારણે તેમનો જીવ બચ્યો હતો. તેમને એક ફિલ્મમાં કોરિયોગ્રાફી માટે તક મળી હતી. પ્રેમ રક્ષિતએ ફિલ્મ વિદ્યાર્થીથી કોરિયોગ્રાફીમાં ડેબ્યૂ કર્યું હતુ. પણ એસએસ રાજામૌલીની ફિલ્મ છત્રપતિથી તેમને સાચી ઓળખ મળી હતી. પ્રેમ રક્ષિતની આર્થિક તંગીને દૂર કરવામાં એસ એસ રાજામૌલીની ફિલ્મોમાં મળેલી ડાન્સ કોરિયોગ્રાફીની ઓફર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ સોન્ગના લેખક ચંદ્રબોઝ છે. આ સોન્ગના સંગીતકાર એમએમ કીરવાની છે, તેમણે આ એવોર્ડ રિસીવ કર્યો હતો. આ સોન્ગના સિંગર કાલા ભૈરવ અને રાહુલ સિપલીગંજ છે.