
સોશિયલ મીડિયા પર સ્ટાર અનુનય સુદનું માત્ર 32 વર્ષની ઉંમરે નિધન થયું છે. નાની ઉંમરે અને અચાનક નિધનથી અનુનયના નિધન પર અનેક સવાલો થઈ રહ્યા છે. અનુનયના ચાહકો પણ ઈમોશનલ થયા છે. અનુનય દુબઈમાં રહેતો હતો અને તેનું મૃત્યું અમેરિકાના લોસ વેગાસમાં થયું છે. અનુનય જ્યાં ફરવા ગયો હતો. તે સફર તેમણે જિંદગીની છેલ્લી સફર બનાવી અને ત્યાં જ તેનું નિધન થયું હતુ.
અનુનય સુદની ઓળખ એક ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફરના રુપમાં જાણીતો હતો. દુબઈની સાથે અનુનય ભારત અને દુનિયાભરમાં લોકપ્રિય હતો. તેના નિધનની જાણકારી તેના પરિવારે અનુનયના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આપી હતી. પરિવારે ચાહકોને તેમના ઘરની નજીક ભેગા ન થવાની સલાહ આપી છે. અનુનયના મૃત્યુનું કારણ પણ બહાર આવ્યું છે.
અનુનય સુદના પરિવાર તરફથી હજુ સુધી અનુનયના મૃત્યુનું કારણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ટીવી 9 ભારતવર્ષને મળેલી જાણકારી મુજબ તેનું કાર્ડિયક અરેસ્ટના કારણે 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેવી જ રીતે, રેડિટ પર યુઝર્સ પણ દાવો કરી રહ્યા છે કે અનુનયના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ છે.
અનુનય સૂદના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમને 1.4 મિલિયનથી વધુ લોકો ફોલો કરતા હતા. તેના યુટ્યુબ પર 380,000 સબ્સ્ક્રાઇબર્સ હતા. અનુનયને 2022 થી 2024 સુધી સતત ત્રણ વર્ષ સુધી ફોર્બ્સ ઇન્ડિયાની “ટોચના 100 ડિજિટલ સ્ટાર્સ” ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.
તેમના અચાનક મૃત્યુ પછી, તેમના પર્સનલ લાઈફ અને તેમની ભૂતપૂર્વ મંગેતર બ્રિન્દા શર્મા સાથેના સંબંધોની ફરીથી ચર્ચા થઈ રહી છે.જૂન 2024 માં, અનુનયે તેની યુટ્યુબ ચેનલ પર વિડિઓ દરમિયાન પ્રથમ વખત તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી.