Viral Video : પવનદીપનો આ ડાન્સ જોઈને રહી જશો દંગ, તમે પણ કહેશો કે પરફેક્ટ હીરો મટિરિયલ !

ઈન્ડિયન આઈડલ (Indion Idol) 12ના વિજેતા પવનદીપ, ફર્સ્ટ રનર અપ અરુનિતા અને સન્મુખપ્રિયા ઇવેન્ટ આયોજક રાજ સુરાની અને રાની જમાલ સાથે મ્યુઝિકલ સિરીઝમાં જોવા મળશે.

Viral Video : પવનદીપનો આ ડાન્સ જોઈને રહી જશો દંગ, તમે પણ કહેશો કે પરફેક્ટ હીરો મટિરિયલ !
Pawandeep Rajan dance goes viral on social media
| Edited By: | Updated on: Aug 22, 2021 | 4:05 PM

Viral Video : તાજેતરમાં પવનદીપ રાજનને ઇન્ડિયન આઇડલ 12 નો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે, અરુણિતા કાંજીલાલને ફર્સ્ટ રનર અપની ટ્રોફી મળી છે. ત્યારે હવે ફરી એકવાર પવનદીપ, અરુણિતા અને સન્મુખ પ્રિયાનો શોનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પવનદીપે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram) પરથી આ વીડિયો શેર કર્યો છે.

ફરીથી ત્રણેય સાથે જોવા મળશે

ઈન્ડિયન આઈડલ 12 શોના વિજેતા પવનદીપ, ફર્સ્ટ રનર-અપ અરુનિતા અને સન્મુખપ્રિયા ઇવેન્ટ આયોજક રાજ સુરાની અને રાની જમાલ સાથે મ્યુઝિકલ સિરીઝમાં (Musical Series) જોવા મળશે. જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે ચાહકો આ ગાયકોને માત્ર ગીત ગાતા જ નહીં, પરંતુ ડાન્સ કરતા પણ જોવા મળશે.

આપને જણાવી દઈએ કે, તેણે ઋત્ત્વિક રોશનનું (Hrithik Roshan) લોકપ્રિય ગીત ‘ઘુંઘરૂ’ ને ખૂબ જ ખાસ અંદાજમાં રીક્રીએટ કર્યુ છે, વીડિયોમાં જોઈ શકાય છે કે, કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ તેને આ ગીત પર ડાન્સ કરાવી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ સાથે તાલ મેળવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને આ ત્રણેયના ચાહકો દ્વાર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમના ચાહકો આ મ્યુઝિક સિરીઝને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

પવનદીપ અને અરુનિતાએ આ અગાઉ હિમેશ રેશમિયાના આલ્બમ (Album) માટે સાથે ગીત પણ ગાયું છે. તેના ચાહકોને આ ગીત ખૂબ પસંદ આવી રહ્યુ છે, આ રિલીઝ થતાં જ આ સોંગ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રેન્ડ થવા લાગ્યું હતુ.

ઇન્ડિયન આઇડોલ 12 ચર્ચામાં રહ્યુ હતુ

આ વખતે ઈન્ડિયન આઈડલની સિઝન ઘણી લાંબી અને વિવાદાસ્પદ હતી. જેમાં કિશોર કુમારનો દીકરો શોમાં મહેમાન તરીકે આવ્યો હતો અને તેણે કહ્યું કે તેને આ એપિસોડ પસંદ નથી. જો કે બાદમાં શોના હોસ્ટ આદિત્ય નારાયણે આ બાબત વિશે કહ્યું હતુ કે, જો તેને તે એપિસોડ ન ગમતો હોય તો તેમણે આયોજકોને ટોકવા જોઈતા હતા. ત્યારબાદ ગાયક સુનિધિ ચૌહાણે પણ ઈન્ડિયન આઇડલ પર ઘણા ખુલાસા કરીને સનસનાટી મચાવી હતી.

 

આ પણ વાંચો: Tiger 3 ના સેટ પરથી સલમાનનો લુક થયો લીક, જોઈને ફેન્સ બોલ્યા “શું લૂક છે ભાઈજાન”, જુઓ તસ્વીર

આ પણ વાંચો: Chiranjeevi Net Worth: સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી પાસે છે અધધધ સંપત્તિ, ફિલ્મો સાથે રાજનીતિમાં પણ હીટ

Published On - 3:50 pm, Sun, 22 August 21