કૌન બનેગા કરોડપતિ 13 ના (Kaun Banega Crorepati 13) શુક્રવારના એપિસોડમાં, હોટ સીટ પર બેઠેલા બીજા સ્પર્ધક શ્રદ્ધા ખરે (Shraddha Khare) હતા. શ્રદ્ધા ખરે એક ઉદ્યોગસાહસિક એટલે કે એન્ટરપપ્રેન્યોર અને સિંગલ મધર છે. તેમની બે દીકરીઓ સાથે તે પોતાનું કામ પણ સંભાળે છે. શ્રદ્ધાએ શરૂઆતમાં સારી રમત બતાવી, પરંતુ પછી તેની રમત એકદમ ધીમી થઈ ગઈ. 10 હજાર જીત્યા બાદ શ્રદ્ધા 20 હજારના પ્રશ્નનો ખોટો જવાબ આપે છે અને છેવટે તેમણે માત્ર 10 હજાર લઈને ઘરે જવું પડે છે.
આ રમત દરમિયાન શ્રદ્ધાની સાથે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ ખૂબ નિરાશ થયા હતા. 20 હજારના સામાન્ય પ્રશ્નના જવાબમાં જ શ્રદ્ધા ગેમ બહાર થઇ જતા સૌને આંચકો લાગ્યો હતો. ચાલો હવે જાણીએ કે આ 20 હજારનો સવાલ શું હતો, જેનો શ્રદ્ધાએ ખોટો જવાબ આપ્યો અને શું તમને આ પ્રશ્નનો જવાબ ખબર છે?
પ્રશ્ન એ હતો કે, આમાંથી કયા સંગઠનની સ્થાપના આ આધ્યાત્મિક ગુરુએ 1981 માં કરી હતી?
A. ઈશા ફાઉન્ડેશન
B. ઇસ્કોન
C. બ્રહ્મા કુમારીઓ
D. આર્ટ ઓફ લિવિંગ
શું હતો સાચો જવાબ?
શ્રદ્ધાએ આનો જવાબ ઈશા ફાઉન્ડેશન આપ્યો હતો. પરંતુ આ જવાબ ખોટો હતો. જ્યારે આ પ્રશ્નનો સાચો જવાબ છે આર્ટ ઓફ લિવિંગ.
મુસીબતોના પહાડ જેવું જીવન શ્રદ્ધાનું
વાત કરીએ શ્રદ્ધાની તો શ્રદ્ધાએ પોતાની કહાની જણાવી કે લગ્નના 2 વર્ષ બાદ તેના લગ્નજીવનમાં સમસ્યાઓ આવવા લાગી. તેનો પતિ તેની સાથે ઘરેલુ હિંસા કરતો હતો. પ્રથમ પુત્રીના જન્મ દરમિયાન તેના કાનમાં ખરાબ ઈજા થઈ હતી. જ્યારે અન્ય પુત્રીનો જન્મ થયો ત્યારે પણ બધું બરાબર નહોતું. પરંતુ જ્યારે તેણે જોયું કે દીકરીઓ મોટી થઈ રહી છે અને તે આ બધું ખોટું જોઈ રહી છે, ત્યારે તેણે તેના પતિને છોડવાનો નિર્ણય કર્યો. તે પછી તેણે પોતાનું કામ શરૂ કર્યું. શ્રદ્ધા ઘરે જ ઓફીસ બનાવીને કામ કરે છે. અને તેઓ ત્યાંથી તેના તમામ કામ સંભાળે છે.
અમિતાભ બચ્ચન માટે શ્રદ્ધા લાવી ગીફ્ટ
આ ગેમ શો દરમિયાન શ્રદ્ધા બિગ બી માટે પોતાની કંપનીની પ્રોડક્ટ્સ પણ લાવી હતી. બિગ બી આ ભેટો મેળવીને ખૂબ ખુશ હતા. ભલે શ્રદ્ધા રમત આગળ ના જીતી શકી પરંતુ તે અમિતાભ બચ્ચનને મળીને ખુબ ખુશ હતી.
આ પણ વાંચો: કિમ શર્મા સાથે લંચ ડેટ પર ગયા Leander Paes, ગર્લફ્રેન્ડની સંભાળ લેતા જોવા મળ્યા
આ પણ વાંચો: ભારતીય ફિલ્મો અને સ્લેબ્સના નામે છે આ જબરદસ્ત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, વર્ષો સુધી કોઈ તોડી નહી શકે