Breaking News : સલમાન ખાન માફી માંગે નહીં તો.. ટાઈગર પર ફાયરિંગ બાદ ભાઈજાનને ફરી મળી ધમકી, અનિલ પંડિતનું અલ્ટીમેટમ

કથિત ઓડિયો ક્લિપમાં સલમાન ખાનને સંબોધીને લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી માંગવાની માંગ કરવામાં આવી છે. તેમાં સલમાન ખાનના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ ધમકી ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગના થોડા સમય બાદ સામે આવી છે.

Breaking News : સલમાન ખાન માફી માંગે નહીં તો.. ટાઈગર પર ફાયરિંગ બાદ ભાઈજાનને ફરી મળી ધમકી, અનિલ પંડિતનું અલ્ટીમેટમ
salman khan
| Updated on: Oct 19, 2026 | 12:34 PM

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ બાદ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, અનિલ પંડિત સાથે જોડાયેલી હોવાનું કહેવાતી એક ઓડિયો ક્લિપ સામે આવી છે. તેમાં સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી માંગવાની ચેતવણી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટન અહેવાલ મુજબ, કથિત ઓડિયો ક્લિપમાં બોલનાર વ્યક્તિ સલમાન ખાનને ધમકી આપતાં કહે છે કે જો તે માફી નહીં માંગે તો તેની સુરક્ષા વ્યવસ્થા પણ તેને બચાવી શકશે નહીં. આ ક્લિપની સત્યતા અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

સલમાન ખાનને શું ધમકી આપવામાં આવી?

કથિત ઓડિયો ક્લિપમાં સલમાન ખાનને સંબોધીને લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી માંગવા કહ્યું છે અને એમ નહીં કરે તો સલમાન ખાનના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે.

આ ધમકી ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગના થોડા સમય બાદ સામે આવી છે. જોકે, ઓડિયોમાં કરવામાં આવેલા દાવાઓને પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા છે કે નહીં, તે અંગે સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

ટાઇગર શ્રોફની કાર પર શું થયું હતું?

18 ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં પુષ્પા પાર્ક નજીક અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું. અહેવાલો અનુસાર, ફૂટબોલ રમીને પરત ફરી રહેલા અભિનેતાની કાર પર મોટરસાઇકલ પર આવેલા ત્રણ શખ્સોએ ગોળીબાર કર્યો હતો.

આ ઘટનામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત રહ્યા હતા, જ્યારે તેમના ડ્રાઇવર અને એક ઓટોરિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

અનિલ પંડિતે શું દાવો કર્યો?

ફાયરિંગ બાદ અનિલ પંડિતના નામે સોશિયલ મીડિયા પોસ્ટ અને કથિત ઓડિયો સામે આવ્યાં છે. તેમાં ટાઇગર શ્રોફની કાર પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારવાનો દાવો કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ સાથે સલમાન ખાન સાથે કામ કરનારા અન્ય લોકો માટે પણ ધમકી આપવામાં આવી હોવાનો દાવો છે.

જોકે, મુંબઈ પોલીસ દ્વારા આ પોસ્ટ અને ઓડિયોની સત્યતા તથા હુમલામાં કથિત ગેંગની સંડોવણીની પુષ્ટિ થવાની બાકી છે. તેથી હુમલા પાછળનું કારણ અને આરોપીઓ વચ્ચેના સંબંધો અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું હાલ યોગ્ય નથી.

સલમાન ખાનની સુરક્ષા ફરી ચર્ચામાં

સલમાન ખાનને અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે. તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનની બહાર એપ્રિલ 2024માં ફાયરિંગની ઘટના બની હતી. હવે ટાઇગર શ્રોફની કાર પર થયેલા હુમલા બાદ સામે આવેલી કથિત ઓડિયો ક્લિપને કારણે બોલિવૂડ કલાકારોની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

હાલમાં આ મામલે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે કથિત ઓડિયો ક્લિપમાં કરવામાં આવેલા દાવા કેટલા સાચા છે અને ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ પાછળ કોણ જવાબદાર છે. પોલીસ તપાસ આગળ વધશે તેમ આ અંગે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.

Breaking News : ટાઈગર શ્રોફ પર ફાયરિંગનો પહેલો વીડિયો આવ્યો સામે, ગોળીબારથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.