AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટાઈગર શ્રોફ પર ફાયરિંગનો પહેલો વીડિયો આવ્યો સામે, ગોળીબારથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો-Video

Tiger Shroff Firing: પ્રાથમિક અહેવાલો અનુસાર, મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ટાઈગર શ્રોફની ગાડી પર 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. વીડિયોમાં ટોપી પહેરેલા બે શંકાસ્પદ વ્યક્તિઓ ટાઈગર શ્રોફની દિશામાં ગોળીબાર કરતા દેખાય છે.

Breaking News : ટાઈગર શ્રોફ પર ફાયરિંગનો પહેલો વીડિયો આવ્યો સામે, ગોળીબારથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો-Video
tiger shroff firing case
| Updated on: Oct 19, 2026 | 10:08 AM
Share

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવીને કરવામાં આવેલા કથિત ગોળીબારની ઘટનાનો પહેલો વીડિયો સામે આવ્યો છે. મુંબઈના જુહુ વિસ્તારમાં લેવામાં આવેલા આ ફૂટેજમાં ગોળીબારનો અવાજ અને તેના કારણે સર્જાયેલી અફરાતફરી જોઈ શકાય છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ટાઈગર શ્રોફની ગાડી પર 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. વીડિયોમાં ટોપી પહેરેલા બે શંકાસ્પદ વ્યક્તિઓ ટાઈગર શ્રોફની દિશામાં ગોળીબાર કરતા દેખાય છે. એક સામેની બાજુથી અને બીજો ભીડની વચ્ચેથી. બંને શંકાસ્પદ વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા હતા, જેમાંથી એક મોટરસાઈકલ પર ફરાર થયો હતો. હવે તે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

ટાઈગર શ્રોફ પર હુમલાનો પહેલો વીડિયો આવ્યો સામે

હાલ અભિનેતા સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી, પરંતુ અહેવાલો મુજબ તેમના ડ્રાઈવર અને એક ઓટો-રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી છે. આ વીડિયો સામે આવ્યા બાદ, હુમલાખોરોની ઓળખ કરવા અને ઘટનાક્રમને સમજવા માટે પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. જોકે, હુમલાખોરો કોણ હતા અને આ હુમલા પાછળનો હેતુ શું હતો, તેની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

ડ્રાઈવરને વાગી ગોળી

ગોળીબાર દરમિયાન, ટાઈગરના ડ્રાઈવરને ગોળી વાગી હતી, જેના પગલે ટાઈગરે તેને ડ્રાઈવિંગ સીટ પરથી ઉતારી ટાઈગરે પોતે ગાડીનું સ્ટિયરિંગ સંભાળી લીધું. વીડિયોમાં એક વ્યક્તિ ડ્રાઈવરને ડ્રાઈવિંગ સીટ પરથી બીજી સીટ પર બેસાડે છે.

હુમલા બાદ અભિનેતાએ પોતે કાર ચલાવી

વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર ઘાયલ થયા બાદ ટાઈગર પોતે કાર ચલાવી રહ્યો છે. ઘટના બાદ તરત જ ટાઈગરે ખૂબ જ સમજદારી અને સંયમ દાખવ્યો; તે કારમાંથી બહાર નીકળવાને બદલે, અંદરથી જ ડ્રાઈવરની સીટ પર આવી ગયો. તેને સમજાયું કે કારની બહાર રહેવું જોખમી હોઈ શકે છે, તેથી તેણે કારની અંદર રહેવું જ સૌથી સુરક્ષિત વિકલ્પ માન્યો.

ઘટનાસ્થળે અફરાતફરી

સામે આવેલા વીડિયોમાં ગોળીબાર દરમિયાન સર્જાયેલું તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળે છે. ફૂટેજમાં ગોળીબારના અવાજો સંભળાય છે. અચાનક થયેલા ગોળીબારને કારણે લોકો ગભરાઈ ગયા હતા, જેનાથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. વીડિયોના એક ભાગમાં કોઈ વ્યક્તિ “ટાઈગર ભાઈ” બોલતું પણ સંભળાય છે. આ ફૂટેજ તપાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે હુમલાખોરોની હિલચાલ અને ઘટના સમયે ત્યાં હાજર લોકોની પ્રતિક્રિયાઓને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.

Breaking News: પલ્સરથી આવ્યા અને ટ્રેનમાં થયા ફરાર..ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર આરોપિયોની તસવીર આવી સામે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
g clip-path="url(#clip0_868_265)">