Vikram Vedha : હ્રિતિક રોશનનો વેધા લુક કાલે થશે રિલીઝ, જન્મદિવસે એક્ટર દેખાડશે પહેલી ઝલક

હ્રિતિક રોશન વર્ષ 2019 માં આવેલી ફિલ્મ વોરમાં જોવા મળ્યો હતો. આ પછી ગયા વર્ષે તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. હવે આ વર્ષે તે વિક્રમ વેધા ફિલ્મમાં જોવા મળવાનો છે.

Vikram Vedha : હ્રિતિક રોશનનો વેધા લુક કાલે થશે રિલીઝ, જન્મદિવસે એક્ટર દેખાડશે પહેલી ઝલક
Hrithik Roshan's 'Vedha' look will be released tomorrow
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:02 PM

સોમવારે હ્રિતિક રોશનનો (Hrithik Roshan) જન્મદિવસ છે. તેની આગામી ફિલ્મ વિક્રમ વેધાનો (Vikram Vedha) તેનો ફર્સ્ટ લૂક જન્મદિવસ પર રિલીઝ થવાનો છે. ફિલ્મના નિર્માતાઓએ આજે ​​જાહેરાત કરી છે કે હ્રિતિક રોશનના 48માં જન્મદિવસ પર અભિનેતાના લૂકની ઝલક બતાવવામાં આવશે.

તેણે ટ્વિટ કર્યું, ‘વિક્રમ વેધા’ માં હ્રિતિક રોશનનો ફર્સ્ટ લુક આવતીકાલે લોકો સમક્ષ આવશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે કો સ્ટાર તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન સૈફે કહ્યું હતું કે જો તેને ફિલ્મમાં હ્રિતિક સાથે ડાન્સ કરવાનો હોત તો તેણે આ ફિલ્મ ન કરી હોત. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર ગાયત્રીએ કર્યું છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો, વિક્રમ વેધા એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે વિક્રમ અને વેતાલની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં તેણે એક કડક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી જે એક ખતરનાક ગેંગસ્ટરને પકડીને મારી નાખે છે.

ફિલ્મમાં હ્રિતિકની સાથે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે લીડ રોલમાં છે. પુષ્કર અને ગાયત્રીએ સ્ક્રિપ્ટ લખી છે અને હવે ફિલ્મની હિન્દી રીમેકનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 30 સપ્ટેમ્બરે મોટા પડદા પર આવશે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સિવાય હ્રિતિક ફિલ્મ ફાઈટરમાં પણ જોવા મળશે. ફાઈટરમાં હ્રિતિકની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર લીડ રોલમાં છે. લાંબા સમયથી ચાહકો દીપિકા અને હ્રિતિકને સાથે કામ કરતા જોવા માંગતા હતા અને તેમની ઈચ્છા પણ ત્યારે સાચી પડી જ્યારે દીપિકા અને હ્રિતિક જાહેરાત કરી કે બંને હવે સાથે ફિલ્મ કરશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ કહ્યું હતું કે, હું અને મારા પતિ એકસાથે બેસીને એક પુરુષના વખાણ કરી રહ્યા છીએ તે અદ્ભુત છે. હ્રિતિકનો મને કેક ખવડાવતો વીડિયો જોયા પછી ઘણા ફિલ્મ નિર્માતાઓને અમને બંનેને સાથે કાસ્ટ કરવાનો વિચાર આવ્યો. બંનેને કાસ્ટ કરવા અંગે દિગ્દર્શકે કહ્યું હતું કે, હું મારા બંને પ્રિય કલાકારો સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને આશા છે કે દર્શકોને આ ફિલ્મ ગમશે.

 

આ પણ વાંચો –

શાહરુખ ખાનના બંગલાને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની જબલપુરથી ધરપકડ કરાઇ, મહારાષ્ટ્ર પોલીસને આપી હતી ધમકી

આ પણ વાંચો –

Celebrities Covid 19 Update: સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ સહિત આ સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો