Hrithik Roshan અને Deepika Padukone ને લઈ બની શકે છે ‘રામાયણ’, બજેટ સાંભળીને ચોકી જશો

|

Jan 30, 2021 | 2:30 PM

ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણ અને ફિલ્મ અભિનેતા હૃતિક રોશન જલ્દીથી ફિલ્મ 'ફાઇટર' માં જોવા મળશે.

Hrithik Roshan અને Deepika Padukone ને લઈ બની શકે છે રામાયણ, બજેટ સાંભળીને ચોકી જશો
Hrithik Roshan and Deepika Padukone

Follow us on

ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણ અને ફિલ્મ અભિનેતા હૃતિક રોશન જલ્દીથી ફિલ્મ ‘ફાઇટર’ માં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર એક બીજા સાથે કામ કરતા જોવા મળશે. હવે સમાચાર આવી રહ્યા છે કે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ ફરી એક સાથે જોવા મળી શકે છે, બંને મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મમાં જોઇ શકાય છે.

હૃતિક રોશન પ્રભુ શ્રીરામ અને દીપિકા પાદુકોણ માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ મધુ મન્ટેના દ્વારા નિર્માણ કરવામાં આવશે અને તે 3 ડી ફિલ્મ હશે. આ ફિલ્મનું બજેટ 300 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારી કરશે. જેમને ‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મ્સનું દિગ્દર્શન કર્યું છે. એવું એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મધુ મન્ટેના ભવ્યતા સાથે આ મહાકાવ્ય સાથે સંકળાયેલા દરેક દ્રશ્યને રજૂ કરવાનો પ્રયત્ન કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ ફિલ્મ બે ભાગમાં બની શકે છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સ્ત્રોતે કહ્યું કે, ‘આ ખૂબ જ ગંભીર સમય છે. રામાયણથી સંબંધિત દરેક એપિસોડ ખૂબ જ જબરદસ્ત રીતે પ્રદર્શિત કરવો પડશે. મધુ મન્ટેનાએ ઘણા સંશોધકોને આ પ્રોજેકટ પર કામ કરવા માટે લાગાવ્યા છે. આ મહાન મહાકાવ્યને વધુ ભવ્ય બનાવવા માટે. જોકે હજી સુધી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરેક જણ તેનાથી ખૂબ ઉત્સાહિત છે.

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ બોલિવૂડના મોટા અભિનેતાઓમાં શામેલ છે, બંનેની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે, બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હૃતિક રોશન બોલિવૂડ એક્ટર છે તેની છેલ્લી ફિલ્મ વોર હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

Next Article