લાઈવ કોન્સર્ટ દરમિયાન સપના ચૌધરીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ, હાલ તબિયતમાં સુધારો

|

Mar 06, 2022 | 6:07 PM

મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન હરિયાણવી ડાન્સર સપના ચૌધરીની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને રીવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

લાઈવ કોન્સર્ટ દરમિયાન સપના ચૌધરીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ, હાલ તબિયતમાં સુધારો
Haryanvi dancer sapna choudhary

Follow us on

Madhya Pradesh : સપના ચૌધરીનું (Sapna Choudhary) નામ દેશના દરેક ખૂણે જાણીતું છે. એક સમયે હરિયાણામાં (Haryana) અલગ-અલગ જગ્યાએ સ્ટેજ ડાન્સ શો કરનાર સપના ચૌધરીએ આજે બોલિવૂડમાં(Bollywood)  પણ પોતાની ઓળખ બનાવી છે. તેને આ પ્રસિદ્ધિ તેના ડાન્સના આધારે જ મળી છે. તેણે ઘણી હરિયાણવી ફિલ્મો, પંજાબી ફિલ્મો, મ્યુઝિક વીડિયો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ તેની સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન હરિયાણવી ડાન્સરની તબિયત અચાનક બગડી ગઈ હતી. જે બાદ તેને રીવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સપના ચૌધરીની તબિયત લથડી હતી

સપના ચૌધરી મધ્યપ્રદેશના સતના જિલ્લાના રામપુર બઘેલાનમાં લાઈવ કોન્સર્ટ(Live Concert)  કરવા આવી હતી. કોન્સર્ટ દરમિયાન અચાનક તેના પેટમાં દુ:ખાવાને કારણે તેમને રવિવારે સવારે 3 વાગ્યે રીવાની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સપનાની સારવાર ડૉક્ટર ધીરજ કાણે દ્વારા કરવામાં આવી હતી, જેના પછી માત્ર 10 મિનિટ પછી જ રાહત મળતા તે હોટલ પરત ફરી હતી. તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમ રામપુર બઘેલાનના બિઝનેસમેન સુખનંદન પ્રસાદ સર્રાફે કર્યો હતો.સપનાનો આ લાઈવ કોન્સર્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થયો હતો અને મધ્યરાત્રી સુધી ચાલ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

કોન્સર્ટ સમાપ્ત થયા બાદ સપનાએ ઈવેન્ટ કંપનીના સ્ટાફ સાથે રાત્રે 1 વાગ્યે ડિનર લીધું અને મધ્યરાત્રીએ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોટલ મેનેજમેન્ટને જાણ કર્યા વિના તેના સિક્યુરિટી ગાર્ડની કાર દ્વારા રીવાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં CMO ડૉ.અતુલ સિંહે જણાવ્યું કે, તેમને સવારે 3 વાગ્યે ડૉ. ધીરજ કાણેની હાજરીમાં દવા આપવામાં આવી હતી અને પેટના દુખાવામાં થોડી રાહત અનુભવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Viral : ટ્વિંકલ ખન્નાએ ‘બુરખા’ પર ધાર્મિક ગુરૂઓને આપી સલાહ, રશિયા-યુક્રેન વિવાદ પર કરી આ કોમેન્ટ

Published On - 6:07 pm, Sun, 6 March 22

Next Article