Happy Birthday Samantha : જાણો કયા કારણોસર અભિનેત્રી સામંથા છે આજે ડિવોર્સી

|

Apr 30, 2022 | 12:10 AM

બંગરાજુના પ્રમોશન દરમિયાન, નાગા ચૈતન્યએ સામંથા સાથેના તેના છૂટાછેડા અંગે મૌન તોડ્યું હતું. આ સ્ટાર કપલ ઓક્ટોબર 2021માં અલગ થઈ ગયું હતું. સામંથા સાથે છૂટાછેડા પર નાગા ચૈતન્યએ કહ્યું હતું કે, અમારા માટે છૂટાછેડા એ શ્રેષ્ઠ નિર્ણય હતો.

Happy Birthday Samantha : જાણો કયા કારણોસર અભિનેત્રી સામંથા છે આજે ડિવોર્સી
Samntha Ruthu Prabhu & Her Ex Husband (File Photo)

Follow us on

અભિનેત્રી સામંથા (Samntha Ruthu Prabhu) એ આજે સાઉથ film ઇન્ડસ્ટ્રીની (Tollywood) સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંની એક ગણાય છે. સામંથાએ  07 ઓકટોબર, 2017માં નાગા ચૈતન્ય (Naga Chaitnya) સાથે લગ્ન કર્યા હતા. નાગા ચૈતન્યએ પ્રથમ વખત સામંથા સાથે અલગ થવા પર પોતાનું મૌન તોડ્યું હતું.  તેમની આગામી ફિલ્મ બંગારાજુનું પ્રમોશન કરતી વખતે, ચૈતન્યએ ખુલાસો કર્યો કે તે સમયે તેમના માટે છૂટાછેડા એ શ્રેષ્ઠ ઉકેલ હતો. ગત તા. 2 ઓક્ટોબર, 2017ના રોજ, આ ફેમસ સ્ટાર કપલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેઓ અલગ થઈ ગયા છે. ગયા વર્ષે, તેઓએ અગમ્ય મતભેદોને કારણે તેમના 4 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો હતો.

નાગા ચૈતન્યએ જણાવી હતી આ વાત 

ચાહકોના થોડા મહિનાઓ સુધી અનુમાન લગાવ્યા પછી, સામંથા અને નાગા ચૈતન્યએ ઓક્ટોબર 2021માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.  તેઓએ સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યું હતું કે, તેઓ કાયમ માટે તેમની લાંબી મિત્રતાને વળગી રહેશે. જો કે, આ સ્ટાર કપલે તેમના છૂટાછેડા પાછળનું કારણ જણાવવાનું ટાળ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જ્યારે સામંથાએ, છૂટાછેડા સાથે ls કેવી રીતે ડીલ કરી રહી છે તે અંગે વાત કરી હતી, ત્યારે નાગા ચૈતન્યએ આ મુદ્દે ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખ્યું હતું. તે દિવસોમાં, ચૈતન્ય તેની આગામી ફિલ્મ, બંગારાજુના પ્રમોશનમાં વ્યસ્ત હતો.  જેમાં તે તેના પિતા નાગાર્જુન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરે છે.

આ પ્રમોશન દરમિયાન નાગા ચૈતન્યને સામંથાથી અલગ થવા વિશે પૂછવામાં આવ્યું હતું. તે અંગે તેણે કહ્યું હતું કે, “તે ઠીક છે. તે વ્યક્તિગત રીતે અમારા બંનેના ભલા માટે લેવામાં આવેલો નિર્ણય હતો. જો તે (સમાન્થા) ખુશ છે, તો હું ખુશ છું. તે પરિસ્થિતિમાં તે શ્રેષ્ઠ નિર્ણય હતો.” તેમના અચાનક છૂટાછેડાથી તેમના ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા.

નાગા ચૈતન્યનો વિડીયો જુઓ નીચે 

 

સામંથા અને નાગા ચૈતન્યએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા  મુજબ, નાગા ચૈતન્યએ સામંથાને 200 કરોડ રૂપિયાના એલિમની પણ ઓફર કરી હતી. જો કે, અભિનેત્રીએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને એ પણ ખુલાસો કર્યો કે તે તેની પાસેથી એક પૈસો પણ માંગતી નથી.

નાગાર્જુને નાગા ચૈતન્ય અને સામંથાના છૂટાછેડા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે તે સામંથા સાથે વિતાવેલા સમયની કદર કરશે.

આ પણ વાંચો – દીપિકા પાદુકોણ ફરીથી વિદેશમાં ધૂમ મચાવી રહી છે, અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર બની

 

Published On - 6:32 am, Thu, 28 April 22

Next Article