Salman Khan Net Worth : સલમાન ખાન છે કરોડોની સંપત્તિનો માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

|

Dec 27, 2021 | 10:42 AM

સલમાન ખાન(Salman Khan) છેલ્લે ફિલ્મ 'અંતિમ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે તે ટૂંક સમયમાં ટાઇગર 3માં જોવા મળશે.

Salman Khan Net Worth : સલમાન ખાન છે કરોડોની સંપત્તિનો માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે
Salman Khan Net Worth

Follow us on

Salman Khan Net Worth : બોલિવૂડ એક્ટર સલમાન ખાન(Salman Khan) આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાને પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. તેમની દરેક ફિલ્મ (Film)  સુપરહિટ સાબિત થાય છે. સલમાન ખાને ઈન્ડસ્ટ્રી (Industry)માં પોતાના કામના આધારે એક અલગ જ ઓળખ બનાવી છે. સલમાને કરોડોની સંપત્તિ બનાવી છે. ચાલો તમને સલમાનની નેટવર્થ વિશે જણાવીએ.

સલમાન ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ચાહકો તેને પ્રેમથી સલ્લુ ભાઈ, બોલિવૂડ ટાઈગર, દબંગ કહીને બોલાવે છે. સલમાન તેની સુપરહિટ ફિલ્મો (Superhit movie)ને કારણે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા (Actor)છે. ચાલો તમને તેની ફિલ્મો, ઘર અને કાર વિશે જણાવીએ.

સલમાન ખાનની નેટવર્થ

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

એક રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની નેટવર્થ 2255 કરોડ છે. તે એક વર્ષમાં 192 કરોડ રૂપિયા કમાય છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ટીવી શો બિગ બોસ હોસ્ટ કરીને સૌથી વધુ કમાણી કરે છે. તે બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 6-7 કરોડ રૂપિયા લે છે. છેલ્લા 3 વર્ષમાં સલમાન ખાનની નેટવર્થ લગભગ 140 ટકા વધી છે.

સલમાન ખાન પણ સામાજિક કાર્યો કરવામાં પાછળ પડતો નથી. તેમની પોતાની એક non profit organization છે. જેનું નામ બીઇંગ હ્યુમન છે. અભિનેતા-નિર્માતા હોવાની સાથે તે બીઇંગ હ્યુમન એનજીઓના ડાયરેક્ટર પણ છે. તેઓ દેશના સૌથી વધુ કરદાતાઓમાંના એક છે.

સલમાન ખાનનું ઘર

સલમાન ખાન તેના માતા-પિતા સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. આ સાથે દેશમાં ઘણી જગ્યાએ તેની પ્રોપર્ટી છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના મુંબઈના ઘરની બજાર કિંમત 114 કરોડ રૂપિયા છે. આ સિવાય પનવેલમાં તેમનું પોતાનું ફાર્મહાઉસ પણ છે. જ્યાં તે અવારનવાર પરિવાર સાથે સમય પસાર કરવા જાય છે.

લક્ઝરી વાહનોના શોખીન 

સલમાન ખાન પાસે કેટલીક લક્ઝરી કાર છે. જેમાં Rolls Royce, Mercedes-Benz GL ક્લાસ, Range Rover, Lexus, BMW X6, Audi RS7, Toyota અને ઘણા વધુ વાહનો છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાને પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ મૈંને પ્યાર કિયાથી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ભાગ્યશ્રી લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. સલમાન ખાનની છેલ્લી ફિલ્મ તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Punjab Elections 2022 : ચૂંટણીમાં હાથ અજમાવવા અંગે ટિકૈતનો ખુલાસો, સંયુક્ત કિસાન મોરચા ચૂંટણી નહીં લડે, જે લડે છે તેમની સાથે કોઈ લેવા દેવા નથી

Next Article