આદિત્ય પંચોલી (Aditya Pancholi) બોલિવૂડના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે. આદિત્ય બોલિવૂડના એ કલાકારો પૈકી એક છે જેમની સ્માર્ટનેસની છોકરીઓને પાગલ હતી. તેમના સમયના સૌથી લોકપ્રિય કલાકારો સાથે કામ કરવા છતાં આદિત્ય પંચોલી કરિયરમાં કંઈ કરી શક્યા ના હતા. તેણે શાહરૂખ ખાનની ‘યસ બોસ’ કરીને લોકોમાં પોતાની ઓળખ બનાવી હતી પરંતુ તેની આ ઓળખ લાંબો સમય ચાલી ના હતી. તેમનું જીવન વિવાદોથી ઘેરાયેલું હતું.
કંગનાથી લઈને બીજી ઘણી અભિનેત્રીઓ સુધી તેનું નામ અલગ-અલગ કારણોસર વિવાદોમાં સપડાયું. તે અત્યારે ઈન્ડસ્ટ્રીમાંથી લગભગ ગાયબ છે. આજે તેમનો બર્થડે છે, ચાલો તેમના જન્મદિવસ પર તેમના વિવાદોથી ભરેલા જીવન વિશે જાણીએ.
આદિત્ય પંચોલીનો જન્મ 4 જાન્યુઆરી 1965ના રોજ મુંબઈમાં થયો હતો. આદિત્ય પંચોલીનો સંબંધ ફિલ્મી પરિવાર સાથે હતો. સિનેમામાં આવ્યા પછી તેણે સહાયક અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેણે એક્ટ્રેસ ઝરીના વહાબ સાથે લગ્ન કર્યા છે જે તેના કરતા 6 વર્ષ મોટી હતી. આદિત્યનો પુત્ર સૂરજ પંચોલી છે જેણે સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમની દીકરીનું નામ સના પંચોલી છે.
આદિત્ય પંચોલીના બેસ્ટ કામ પૈકી એક હતું ‘યસ બોસ’માં શાહરૂખ ખાનના બોસનું પાત્ર. જેમાં આદિત્ય વિલનની ભૂમિકામાં હતો. આ ફિલ્મમાં તેને બેસ્ટ નેગેટિવ રોલ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તેણે તે સમયે તેના જોરદાર અભિનયથી શાહરૂખ ખાનને બરાબરી આપી હતી, પરંતુ તે તેનાથી વધુ ફાયદો મેળવી શક્યો ન હતો, તેણે 1986માં ટેલિવિઝન ફિલ્મ ‘સસ્તી દુલ્હન મોંઘા દુલ્હા’થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 1990માં રીલિઝ થયેલી ફિલ્મ મહા સંગ્રામમાં તેને મહત્વની ભૂમિકા ભજવવાની મળી હતી. ત્યારબાદ તેના કામની ઓળખ થઈ હતી.
આ પછી આદિત્ય પંચોલી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર બની ગયા. 80 અને 90ના દશકમાં તેમનું કરિયર ધમધમી રહ્યું હતું. તેણે મોટાભાગની ફિલ્મો સહાયક કલાકાર તરીકે કરી હતી. જ્યારે તેણે લીડ એક્ટર તરીકે કામ કર્યું ત્યારે તેની ફિલ્મોને વધારે સફળતા મળી ન હતી. તેની કારકિર્દીમાં તેણે ‘દયાવાન’, ‘ધર્મ યુદ્ધ’, ‘આમલા’, ‘કાતિલ’, ‘મોહબ્બત કા પૈગામ’, ‘સૈલાબ’, ‘નામચી’, ‘વિષ્ણુ-દેવા’, ‘સાથી’, ‘તહેલકા’, ‘મુકાબલા’.’, ‘સુરક્ષા’, ‘જંગ’, ‘બાગી’, ‘યસ બોસ’ અને ‘તરકીબ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
આદિત્યનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે અને તે પણ એવા વિવાદો કે જેનાથી દરેક દૂર રહેવા માંગે છે. આદિત્ય પર પાડોશી પર મારપીટ, મહિલા પર બળાત્કાર અને અભિનેત્રીઓ સાથે અફેર જેવા આરોપો લાગ્યા છે. આદિત્ય પર અભિનેત્રી પર બળાત્કારનો આરોપ હતો. તેણીએ આરોપ લગાવ્યો હતો કે આદિત્યએ તેણીને ડ્રગ્સ આપીને તેના પર બળાત્કાર કર્યો હતો અને તેની સાથે મારપીટ પણ કરી હતી. આટલું જ નહીં તેના પર નોકરાણી પર બળાત્કાર કરવાનો પણ આરોપ હતો. એક સમયે કંગના સાથે આદિત્યના અફેરના અહેવાલો પણ આવ્યા હતા. કંગના અને આદિત્ય તે સમયે એકબીજાની નજીક હતા, બાદમાં બંને વચ્ચે વિવાદ થયો અને તેઓ અલગ થઈ ગયા.
આ પણ વાંચો : ચાલાક ચીને ભારતના આ પાડોશી દેશને દેવાદાર બનાવી દીધું, સ્થિતિ બની રહી છે બદતર
આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે 4500 રૂપિયા, જાણો કઈ રીતે મળશે લાભ