ઓસ્કાર 2023ને (Oscar Awards 2023) લઈને છેલ્લા ઘણા દિવસોથી ઘણી ચર્ચા થઈ રહી છે. વર્ષ 2022માં અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આવી છે. આ વર્ષે 2022માં ભારતમાંથી વિદેશી ભાષાની કેટેગરીમાં બેસ્ટ ફિલ્મ માટે કઈ ફિલ્મ ઓફિશિયલ રીતે જવાની છે, તે વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આરઆરઆર (Film RRR), ધ કાશ્મીર ફાઈલ્સથી લઈને ઘણી ફિલ્મોની ચર્ચા થઈ હતી. પરંતુ, હાલમાં ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ આ વર્ષે ભારતમાંથી ઓસ્કાર એવોર્ડ 2023 માટે ઓફિશિયલી એન્ટ્રી કરશે.
તમને જણાવી દઈએ કે આ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’નું ડાયરેક્શન પૈન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, ઋચા મીણા, દિપેન રાવલ અને પરેશ મહેતા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પહેલી વખત 2021માં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. જે બાદ આ ફિલ્મને ઘણા અલગ-અલગ એવોર્ડ શોમાં બતાવવામાં આવી છે, જ્યાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ ધ લાસ્ટ ફિલ્મ છેલ્લો શો રિલીઝ માટે તૈયાર છે, જે પૈન નલિન ભારતીય સિનેમા હેઠળ દર્શકો સુધી લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતી ભાષામાં આવનારા આ શોએ દુનિયાભરના ક્રિટિક્સ અને દર્શકોના દિલ તેની રિલીઝ પહેલા જ જીતી લીધા છે. હવે આ વર્ષે 14મી ઓક્ટોબરે આ ફિલ્મ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના થિયેટરોમાં રિલીઝ થશે.
Gujarati film “Chhello Show” is India’s official entry for Oscars 2023: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 20, 2022
છેલ્લો શો ફિલ્મ એક આવનારા યુગની એક એવી વાર્તા પર આધારિત છે, જે 9 વર્ષના નાના છોકરાની આસપાસ ફરે છે. આ છોકરો જે ભારતના એક ગામમાં રહે છે અને તેને સિનેમા સાથે ઊંડો સંબંધ છે. ફિલ્મની વાર્તા બતાવે છે કે કેવી રીતે એક નાનો છોકરો ઉનાળાના સમયમાં પ્રોજેક્શન બૂથ પરથી ફિલ્મો જોવામાં પોતાનો બધો સમય પસાર કરે છે.
ઓસ્કાર 2023 માટે આ લિસ્ટમાં જાણીતા ડાયરેક્ટર એસએસ રાજમૌલીની ‘આરઆરઆર’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો પણ સામેલ છે. પરંતુ, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ એ બંને ફિલ્મોને હરાવીને ઓસ્કારમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
Published On - 7:47 pm, Tue, 20 September 22