ફિલ્મ એક્સેલેન્સ ગુજરાતી એવોર્ડ (Film Excellence Gujarati Awards) 2021-2022 દુબઈમાં યોજાશે. કચ્છના રણથી શરૂ થયેલી ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતીની સફર હવે દુબઈના રણ સુધી પહોંચી છે. ગુજરાત અને મુંબઈ સિવાય પહેલીવાર આ વર્ષે 19 માર્ચે દુબઈના બોલીવુડ પાર્કમાં યોજાશે. જેમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ગુજરાત અને મુંબઈના તમામ દિગ્ગજ કલાકારો હાજર રહેશે. તેમની સાથે વિશ્વભરમાંથી એક હજાર જેટલા મહેમાનો પણ આ એવોર્ડ સમારંભમાં મહેમાન બનશે.
અમદાવાદના YMCA ક્લબ ખાતે નોમિનેશનની જાહેરાત કરવા સમારંભ યોજાયો, જેની ભવ્યતા પણ કોઈ એવોર્ડ સમારંભને ઝાંખી પાડે તેવી હતી. 69 ફિલ્મોના સ્ક્રીનીંગ બાદ 28 જેટલી કેટેગરીમાં 126 જેટલા કલાકાર અને કસબીઓને નોમીનેશન મેળવ્યું. આ વર્ષે યોજાનાર એવોર્ડમાં 14 જેટલા વિશેષ એવોર્ડ પણ એનાયત થશે.
જેમાં આ વર્ષે દ્વારકાદાસ સંપત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી ગુજરાતના દિગ્ગજ ગાયક પ્રફુલ દવેને સન્માનિત કરાશે. જેમના DNAમાં જ ગુજરાતી ફિલ્મ અને સંગીત છે તેવા એક્ટર હીતુ કનોડિયાને જ્યુરી સ્પેશિયલ એવોર્ડથી સન્માનિત કરાશે. પરંતુ સૌથી અનોખુ સન્માન છે ‘પાંચ એક્કા’, આ કેટેગરી હેઠળ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર, પ્રતિક ગાંધી, યશ સોની, મલ્હાર ઠાકર અને વિક્રમ ઠાકોરનું સન્માન થશે.
મુંબઈ અને ગુજરાતની બે ટીમ બનાવવામાં આવી હતી. જેમાં મુંબઈની જ્યુરીમાં 5 સભ્યો હતા અને ગુજરાતની જ્યુરીમાં હતા 6 સભ્યો. બંને જ્યુરીના ચેરપર્સનની જવાબદારી સીનીયર એકટ્રેસ અને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના જ્યુરી મેમ્બર ગોપી દેસાઈના શિરે હતી. આ જ્યુરીની ટીમે 25 દિવસ સુધી ફિલ્મો જોઈ એવોર્ડની 28 કેટેગરી તૈયાર કરી.
આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ Chhello Show ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, આ પાકિસ્તાની ફિલ્મ સાથે ટક્કર થશે
સૌથી વધુ ફિલ્મ નાયિકા દેવી અને સૌયર મોરી રે ફિલ્મને 12 નોમિનેશન મળ્યા. જ્યારે પ્રેમ પ્રકરણને 11 નોમિનેશન મળ્યા. આ સિવાય તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમને 10 નોમિનેશન મળ્યા. આ સિવાય અન્ય ઘણી ફિલ્મોને અને કલાકારોને નોમિનેશન મળ્યા છે. 300થી વધુ ગુજરાતી કલાકારો દુબઈ જશે. આ સિવાય કુલ 126 નોમિનેશન મળ્યા છે. જેમાં 14 વિશે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ટોટલ 28 કેટેગરીમાં નોમિનેશન થયા છે.
Published On - 10:47 pm, Mon, 20 February 23