શું એક પપ્પાની ‘વ્હાલી’ એના પ્રેમીના પરિવારની ‘વ્હાલી’ બનશે? આ ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થશે

શું એક પપ્પાની ‘વ્હાલી’ એના પ્રેમીના પરિવારની ‘વ્હાલી’ બનશે?ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં હિન્દી ફિલ્મ અને ગુજરાતી આલ્બમ સોંગમાં અભિનય કરનાર ભાવિન ભાનુશાલી પાર્થના પાત્રમાં જોવા મળશે.

શું એક પપ્પાની ‘વ્હાલી’ એના પ્રેમીના પરિવારની ‘વ્હાલી’ બનશે? આ ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થશે
| Updated on: Jul 10, 2025 | 12:11 PM

11મી જુલાઈએ ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’ રિલીઝ થઈ રહી છે. ઇવેન્ટ્સ ઈન્ડિયા એન્ટરટેટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ઇવેન્ટ્સ ઈન્ડિયા દ્વારા જ પ્રોડ્યુસ અને ડાયરેરેક્ટ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ કલાકારોનો મેળાવડો છે, જેમ કે ભાવિન ભાનુશાળી, માઝેલ વ્યાસ, સચિન પરીખ, ભૂમિ શુક્લા, અર્પિતા સેઠિયા, વિશાલ સોલંકી, પંડિત કૃણાલ ગાયત્રી રાવલ ઘડિયાળી, વિધિ ચિતાલિયા,નિલેશ પંડ્યા, શેફાલી મહિડા અને જય ભટ્ટ જેવા કલાકારો દ્વારા અભિનિત ફિલ્મ સુંદર અને સોહામણાં લોકેકેશન પર શૂટ કરવામાં આવી છે, જેથી આ ફિલ્મ દર્શકોને એક ખાસ અનુભૂતિ આપશે.

 

ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’

ગૌરવ નાયક દ્વારા લખાયેલી, ક્રિએટિવ હેડ વિકી મોહલા દ્વારા તૈયાર થયેલી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ચિરાગ ઠક્કરના નેતૃત્વ હેઠળ આ પ્રોજેક્ટને સુંદર રીતે અમલમાં લાવવામાં આવ્યો છે. ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે. જ્યારે ગીતકાર ચિરાગ ત્રિપાઠી અને દિલીપ રાવલ છે અને સંગીત યાત્રામાં પોતાની અનોખી ઓળખ ઉભી કરનાર ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી અને જિગરદાન ગઢવીના અવાજે ફિલ્મના ગીતોને ખાસ બનાવ્યા છે. આ સુંદર ધૂનો પર કોરિયોગ્રાફર લોલીપોપ (સંજય પ્રધાને) કલાકારોને મનમોહક ડાન્સ મુવ કરાવ્યા છે.

પરિવારના દરેક વ્યક્તિ સાથે બેસીને જોઈ શકશો

આજના ગુજરાતનો માહોલ ઊભો કરનાર સિનેમેટોગ્રાફર તપન વ્યાસ જેમને ફિલ્મના દરેરેક શોટને જીવંત બનાવ્યા છે, ડી.આઈ. અલ્પા ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે, જેજેને કારણે દ્રશ્યો વધારેરે આકર્ષક લાગે છે.આ ફિલ્મમાં જોડાયેલા દરેક ક્રૂ મેમ્બરનો દાવો અને વિશ્વાસ છે કે ઇવેન્ટ્સ ઈન્ડિયાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક એવી ફિલ્મ આપી છે,જે દરેક પેઢીના લોકોને સીધે સીધી હૃદયને સ્પર્શ અને પરિવારના દરેક વ્યક્તિ સાથે બેસીને જોઈ શકશે તેમજ ચાહકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવશે.

 

 

ઇવેન્ટ્સ ઈન્ડિયાએ આપેલી આ ફિલ્મ તમને લાગણીના રોલર કોસ્ટરના ઉતાર ચડાવમાં ફેરવશે. જે જેટલું હસાવશે તેટલું રડાવશે. શું એક પપ્પાની ‘વ્હાલી’ એના પ્રેમીના પરિવારની ‘વ્હાલી’ બનશે? તો તૈયાર થઈ જાઓ એક પ્રેમાળ સફર માટે, પ્રેમ અને પરિવારના સબંધોની કસોટી જોવા માટે, અને એ જોવા માટે કે દીકરી કે પ્રેમિકામાંથી ‘વ્હાલી’ કોણ.

ગુજરાતમાં અને મુંબઈમાં રિલીઝ

ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં હિન્દી ફિલ્મ અને ગુજરાતી આલ્બમ સોંગમાં અભિનય કરનાર ભાવિન ભાનુશાલી પાર્થના પાત્રમાં જોવા મળશે જ્યારે પ્રિયાના પાત્રમાં હિન્દી સિરીયલ અને ફિલ્મોમાં અભિનય કરનાર માઝેલ વ્યાસ જોવા મળશે. જ્યારે પ્રિયાના પિતાના પાત્રમાં ઘણી બધી હિન્દી સિરીયલો અને ફિલ્મોમાં અભિનય કરનાર સચિન પરીખ જોવા મળશે. ભાવિન અને માઝેલની જોડી ગુજરાતી ચાહકોને એક નવી પ્રેમભરી મુસાફરી કરાવશે.દર્શકો માટે ફિલ્મ 11 જુલાઈએ રૂપમ એન્ટરટેટેઇનમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં તેમજ મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે.

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. ગુજરાતી સિનેમાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો