Maare Kapda Matching Karva Chhe : અત્યારે બધા લોકો ઈન્ટાગ્રામ અને યુટ્યુબ વાપરે છે. તેમાં રિલ્સ જોવી અને બનાવવી એ લોકોનો આનંદનો અને શોખનો વિષય થઈ ગયો છે. રિલ્સ બનાવતા લોકો હવે ગુજરાતી સોન્ગ પર પણ વીડિયો શૂટ કરે છે. હમણાં ગુજરાતી સોન્ગ “મારે કપડાં મેચિંગ કરવા છે” પર શાનદાર રિલ્સ બનાવી રહ્યા છે. જે લોકો ગરબા લવર છે તેને આ સોન્ગ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આ ગીત વિશે જાણીએ.
ગુજરાતી સોન્ગ “મારે કપડાં મેચિંગ કરવા છે….”ના શબ્દો એટલે કે સોન્ગની લિરિક્સ મીર અનિલ અને રાહુલ દફડાએ લખ્યા છે અને આ સોન્ગને સૂર કૌશિક ભરવાડ અને હિના મીરે આપ્યો છે. આ ગીત 1 ઓગસ્ટે 2024ના રોજ રીલિઝ થયું હતું.
હે પાલવડે બાંધી પ્રિતલડી ને
ભવ ભવ ના અમે કોલ દીધા
માય ડિયર માનીતી ને મળવા
નકોરડા ઉપવાસ કીધા
કગરિયે અમે કાનુડા આ
જોડી તું અમર રાખજે
બાળપણની આ પ્રિત અમારી
પૂરી તુ કરી નાખજે
વાલા પુરી તું કરી નાખજે
આ પ્રિત તું અમર રાખજે
હે મારે છોળે સણગાળે
સજી ધજી તારી હારે ફોટા પાડવા છે
હે મારે છોળે સણગાળે
સજી ધજી તારી હારે ફોટા પાડવા છે
મારે કપડાં મેચિંગ કરવા છે……..હોહો… હો….
મારે કપડાં મેચિંગ, મનડા મેચીંગ, દલડાં મેચિંગ કરવા છે..
મારી મિઠ્ઠુડી હારે મન મળે તો ભવ ના ફેરા ફરવા છે
હો મારા વાલમ હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે
એ….આ દાઢી વારા જુવાનિયા હારે મારી જોડી જામે છે…
એ….આ દાઢી વારા જુવાનિયા હારે મારી જોડી જામે છે…
એક નમણી નાગર વેલ જેવી… હોહો…હો….
એક નમણી નાગર વેલ જેવી…
ઢેલડી મને બઉ ગમે
એતો જ્યારે હામે આવે મન મોર બની થનગાટ કરે
હે મારે છોળે સણગાળે
સજી ધજી તારી હારે ફોટા પાડવા છે
હે એતો ભાન સાન ભૂલ્યા છે આજ પ્રેમી પંખીડા
જાણે રાધાની હારે રમે કાન લેવા પ્રેમી પંખીડા
હે હરે હરે ડગલાં ભરે ને એક બીજા ને જોયા કરે
ઈ પ્રેમી ઘેલુડા જોડલા હારે જીવે ને હરે મરે
હે બે કોડીયા ને જિવલડો એક એવા પ્રેમી પંખીડા
હે જાણે એકબીજા માટે બન્યા છે આ પ્રેમી પંખીડા
હે આ વટ વાળો વાલમિયો મારા હૈયે રે વસી ગયો
હો…હો…
આ વર લાખેણો લાખનો મારો મને એની બનાવીને રહ્યો
મારે કપડાં નું મેચિંગ કરીને હોહો…હો..
મારે કપડાં નું મેચિંગ કરી તારી હારે ગરબે રમવું છે
મારે કપલ રે ઘડિયાળ પેરી તારી જોડે ફોટા પાડવા છે
હે મારે પ્રેમના રે પૂજ્યા પી તારી હારે ફોટા પાડવા છે
હે મારા વાલમ હારે મન મળે તો ભવ ના ફેરા ફરવા છે
આવતી નવરાત્રી એટલે કે ગરબા નાઈટમાં આ વખતે આ સોન્ગ ધૂમ મચાવે તો નવાઈ નહીં. કેમ કે લોકો પાગલ થઈને આ સોન્ગની રિલ્સ બનાવે છે અને આનંદ લૂંટે છે. આવતી નવરાત્રીએ દરેક જગ્યાએ આ સોન્ગ સાંભળવા મળી શકે છે.