Dholiwood Awards : ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરી માટે કુલ 110 એવોર્ડ જાહેર, ‘ઓમ મંગલમ સિંગલમ’ને શ્રેષ્ઠ ફિલ્મ, ‘ફ્કત મહિલાઓ માટે’ને લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ

|

Aug 03, 2023 | 11:57 AM

કોરોના મહામારી અને તે પછીનો સમય એટલે ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મોને એવોર્ડ (Award) આપી શકાયા ન હતા. ત્યારે હવે ગુજરાત સરકારે કુલ 46 કેટેગરીને લક્ષમાં લઇને ત્રણ વર્ષના એવોર્ડની જાહેરાત કરી છે.

Dholiwood Awards : ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરી માટે કુલ 110 એવોર્ડ જાહેર, ઓમ મંગલમ સિંગલમને શ્રેષ્ઠ ફિલ્મ, ફ્કત મહિલાઓ માટેને લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ

Follow us on

Dholiwood Awards : ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોના (Gujarati Film ) વિકાસ અને પ્રાત્સાહન માટે વર્ષ 2019માં નીતિ ઘડી હતી. જો કે કોરોના મહામારી અને તે પછીનો સમય એટલે ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મોને એવોર્ડ (Award) આપી શકાયા ન હતા. ત્યારે હવે ગુજરાત સરકારે કુલ 46 કેટેગરીને લક્ષમાં લઇને ત્રણ વર્ષના એવોર્ડની જાહેરાત કરી છે.

આ પણ વાંચો-Gujarati Video : ગુજરાત પોલીસ માટે સૌથી મોટો પડકાર બેફામ રફ્તાર, રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા

કુલ ત્રણ વર્ષના એવોર્ડની વાત કરીએ તો વર્ષ 2020 માટે 34, વર્ષ 2021 માટે 36 અને વર્ષ 2022 માટે 40 મળીને કુલ 110 એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. નજીકના સમયમાં જ એવોર્ડ ફંકશન યોજીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

વર્ષ 202oના એવોર્ડ

  • લવની લવ સ્ટોરી ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
  • ગોળ કેરી ફિલ્મને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ
  • ગોળ કેરી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે મલ્હાર ઠાકર
  • ફિલ્મ કેમ છો ? માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે કિંજલ રાજપ્રિયા

વર્ષ 2021ના એવોર્ડ

  • કોઠી 1947 ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
  • દીવા સ્વપ્નને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ
  • ડ્રામેબાજ ફિલ્મ માટે આદેશસિંઘ તોમરને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
  • ભારત મારો દેશ છે ફિલ્મ માટે ડેનિશા ગુમરાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

વર્ષ 2022ના એવોર્ડ

  • ઓમ મંગલમ સિંગલમને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
  • ફક્ત મહિલાઓ માટે ફિલ્મને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ
  • ફક્ત મહિલાઓ માટે ફિલ્મ માટે યશ સોનીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
  • ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ માટે આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

તો સાથે જ ગુજરાત સરકાર દ્વારા કુલ 18 ફિલ્મને 3.53 કરોડ રુપિયાની સબસિડી ચુકવવામાં આવશે. આ સાથે જ ત્રણ વર્ષમાં પ્રતિવર્ષ પ્રમાણે રીલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મ, મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મ, શ્રેષ્ઠ બાળ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન, અભિનેતા, અભિનેત્રી, પટકથા, સંગીત, ગીત, નૃત્ય, જેવી કુલ 46 શ્રેણીઓમાં પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:58 pm, Wed, 2 August 23

Next Article