
Cannes 2026 : ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ઈતિહાસ રચ્યો છે. કાન્સમાં પહોંચનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. જે ગ્લોબલ લેવલ પર પહોંચી છે. આ ફિલ્મે ભારતની સ્ટોરીને આંતરરાષ્ટ્રીય ચાહકો સુધી લઈ ગઈ છે. ફિલ્મની સફળતા અને ગ્લોબલ ઓળખ માટે નિર્માતાઓએ આભાર વ્યક્ત કર્યો છે. નિર્માતાઓએ આખા સફર દરમિયાન સપોર્ટ આપનાર ચાહકોનો પણ ઘન્યવાદ માન્યો છે.
ફિલ્મના નિર્દેશક અંકિત સખિયાએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લાલાની આગેવાની અમારા માટે ગર્વની વાત છે. અમારું માનવું છે કે, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આ ફિલ્મ અમને અહી સુધી લાવી છે. અમે લાલા માટે ગુજરાત અને તેની સંસ્કૃતિના એક નાનકડા ભાગને ગ્લોબલ સ્તર પર લાવવું સન્માનની વાત છે. અમને આશા છે કે, આ ફિલ્મ ભાષા સીમાઓથી આગળ વધીને લોકોના દિલ સાથે જોડાશે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેમાં રીવા રચ,શ્રુહદ ગૌસ્વામી અને કરણ જોશી મહત્વના પાત્રમાં છે. આ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ગુજરાતી ફિલ્મ “લાલો-કૃષ્ણ સદા સહાયતે” 6 માર્ચે સોની લિવ પર સ્ટ્રીમ થઈ હતી. 50 લાખમાં બનેલી આ ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી અને લોકોના દિલ જીતી લીધા છે.લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (2026) એક બ્લોકબસ્ટર ગુજરાતી આધ્યાત્મિક ડ્રામા ફિલ્મ છે
આ એક ગુજરાતી ફિલ્મ છે. જેમણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. લાખોના બજેટમાં બનેલી આ ફિલ્મે કરોડો રુપિયાનો બિઝનેસ કર્યો છે. હવે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ ચૂકી છે.આ સ્ટોરી એક રિક્ષા ડ્રાઈવરની છે. જેની લાઈફમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારબાદ તેની લાઈફમાં ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી થાય છે.ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચી દીધો છે. આ સાથે બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક રેકોર્ડ તોડ્યા છે.