Gujarati Cinema: અમદાવાદની હેલી શાહ બોલિવુડ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ કરશે ડેબ્યુ

|

Mar 07, 2023 | 10:29 PM

હેલી શાહ (Helly Shah) ટૂંક સમયમાં બોલિવુડ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ ડેબ્યુ કરવા માટે તૈયાર છે. એક્ટ્રેસ હેલી શાહે તેના કરિયરની શરુઆત ટીવી સિરીયલથી કરી હતી. હેલી શાહે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી હતી.

Gujarati Cinema: અમદાવાદની હેલી શાહ બોલિવુડ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ કરશે ડેબ્યુ
Helly Shah

Follow us on

એક્ટ્રેસ હેલી શાહે બાળ કલાકાર તરીકે તેના કરિયરની શરૂઆત કરી હતી અને હવે તે તેના મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ બોલિવુડની સાથે સાથે ગુજરાતી ફિલ્મમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. એક્ટ્રેસે તેની પહેલી ગુજરાતી ફિલ્મ સાઈન કરી છે અને તે તેના હોમટાઉન ગુજરાતમાં પોતાની એક આગવી ઓળખ બનાવવા માટે ઉત્સુક છે.

ગુજરાતી ફિલ્મ સાથે શરૂઆત કરવી એ મારા મૂળ સાથે જોડાવા જેવું

એક્ટ્રેસે ગુજરાતી સિનેમામાં તેની શરૂઆત કરી અને તેને આવું કરવા માટે શું પ્રેરણા મળી તે વિશે વાત કરતાં હેલીએ કહ્યું, “હું ગુજરાતની છું, હકીકતમાં ઘરે હું મારા સમગ્ર પરિવાર સાથે ગુજરાતી બોલું છું અને તેની સાથે શરૂઆત કરવી એ મારા મૂળ સાથે જોડાવા જેવું લાગે છે અને સાથે સાથે કંઈક રચનાત્મક કરવાનું પણ લાગે છે અને આ લાગણી ચોક્કસપણે ખૂબ સારી છે, ત્યાંના લોકો ખૂબ જ સુંદર છે અને મને ખાતરી છે કે જ્યારે તે ફિલ્મ સામે આવશે ત્યારે દર્શકોને તે ચોક્કસ ગમશે. પરંતુ અત્યારે અમે આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ”.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પરિવારમાં દરેક લોકો ખુશ અને ઉત્સાહિત છે

એક ગુજરાતી પરિવારમાંથી હોવાથી, જ્યારે આ પ્રોજેક્ટ પર તેના પરિવારની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, “જ્યારે મેં મારી મમ્મીને કહ્યું કે હું ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહી છું, ત્યારે તે ખૂબ જ ખુશ હતી. મારા પરિવારમાં દરેક લોકો ખુશ અને ઉત્સાહિત હતા. હવે એ જોવાનું રહેશે કે તે બધું કેવી રીતે સામે આવે છે.”

આ પણ વાંચો: Film Excellence Gujarati Awards: દુબઈના રણમાં ખીલશે ગુજરાતી ફિલ્મોનું ગુલાબ, 300 જેટલા ગુજરાતી કલાકરો નાખશે દુબઇમાં ધામા!

આ સિરીયલમાં જોવા મળી હતી એક્ટ્રેસ

હેલી શાહ સ્વરાગિની, સુફિયાના પ્યાર મેરા અને ઈશ્ક મેં મરજાવાં 2 જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. પરંતુ હવે તે જલ્દી જ બોલિવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 દરમિયાન તેની ફિલ્મ ‘કાયા પલટ’નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તે ખૂબ જ ઈન્ટેન્સ રોલમાં જોવા મળી રહી છે. ત્યારબાદ એક્ટ્રેસ ગુજરાતી ફિલ્મમાં પણ ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં હેલી શાહની સાથે વત્સલ શેઠ પણ છે અને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. તેઓ હાલ સોમનાથ અને દ્વારકામાં તેનું શૂટિંગ કરી રહ્યા છે.

Next Article