National Cinema Day : જો તમને હોલમાં મૂવી જોવાનું ગમતું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે 99 રૂપિયામાં કોઈપણ ફિલ્મની ટિકિટ ખરીદી શકો છો. આ ઑફર હેઠળ તે PVR હોય કે સિનેપોલિસ બધા ઉપર તમને માત્ર 99 માં એ મૂવીની ટિકિટ મળશે. જે 300-400 રૂપિયામાં ઉપલબ્ધ હતી. 20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લગભગ તમામ થિયેટર તેમના ગ્રાહકોને ટિકિટ બુકિંગ પર આ ઑફર આપશે.
99 રૂપિયામાં મૂવી ટિકિટ બુક કરવા માટે તમે BOOKMYSHOW, PVR સિનેમા, Paytm, INOX, CINEPOLIS, CARNIVALનો ઑનલાઇન ઉપયોગ કરી શકો છો. તમે આ પ્લેટફોર્મ્સ પર ઑફર્સ જોશો.
સૌથી પહેલા તમારે એપમાં જઈને તમારું લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી ફિલ્મ પસંદ કરો અને તારીખમાં માત્ર 20 સપ્ટેમ્બર પસંદ કરો. આ પછી બુક ટિકિટ વિકલ્પ પર ક્લિક કરો (કિંમત રૂ. 99 દર્શાવે છે). હવે સીટ પસંદ કરો અને પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. પેમેન્ટ કર્યા બાદ તમારી સીટ બુક થઈ જશે.
તમને જણાવી દઈએ કે જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો તમને ફિલ્મની ટિકિટ માત્ર 99 રૂપિયામાં મળશે. પરંતુ વધારાનો ચાર્જ (ટેક્સ, હેન્ડલિંગ ચાર્જ) થિયેટર પ્રમાણે જ ચૂકવવાનો રહેશે.
જો તમે ઑફલાઇન 99 રૂપિયામાં મૂવી ટિકિટ ખરીદવા માંગો છો, તો સિનેમા ડે પર તમારા નજીકના મૂવી હોલમાં જાઓ. ત્યાં ટિકિટ કાઉન્ટર પર જાઓ, તમારી સીટ અને સમય જણાવો અને ટિકિટ બુક કરો.
તમને જણાવી દઈએ કે આ ઑફર PVR, INOX, CINEPOLIS, CARNIVAL, MIRAJ, CITY PRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE અને બીજી ઘણી મૂવી હોલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. જો કે આ થિયેટરોના નિયમો અને શરતો પર પણ નિર્ભર રહેશે.