અરે આ શું ! ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટેજ પર જ ડાન્સ કરવા લાગ્યો ગોવિંદા, સામે આવ્યો Video

|

May 09, 2024 | 11:54 AM

ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા ચૂંટણી મંચ પર છે અહીં સભા ચાલી રહી હતી અને તે બાદ અભિનેતા અચાનક સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. અભિનેતાને ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર લોકો અને અન્ય નેતાઓ પણ નાચવા લાગી જાય છે.

અરે આ શું ! ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટેજ પર જ ડાન્સ કરવા લાગ્યો ગોવિંદા, સામે આવ્યો Video
Govinda started dancing on Lok Sabha election campaign

Follow us on

2024ની લોકસભા ચૂંટણી પહેલા જ ગોવિંદા રાજકારણ રિ-એન્ટ્રી કરી દીધી છે. તેમણે એક દાયકા પછી રાજકારણમાં પાછા ફરવાનું નક્કી કર્યું અને મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીમાં જોડાયા છે. ત્યારથી, અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોવિંદા જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. શિવસેનાના સ્ટાર પ્રચારક હોવાથી તેઓ ઉમેદવારોના પ્રચાર માટે પણ લોકોની સમક્ષ જઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં અભિનેતા ચૂંટણી મંચ પર છે અહીં સભા ચાલી રહી હતી અને તે બાદ અભિનેતા અચાનક સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. અભિનેતાને ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર લોકો અને અન્ય નેતાઓ પણ નાચવા લાગી જાય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચૂંટણી પ્રચાર દરમિયાન ગોવિંદાએ કર્યો ડાન્સ

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે શિવસેનાના નેતાઓ સ્ટેજ પર હાજર છે. ચૂંટણી પ્રચાર વચ્ચે, ગોવિંદા તેના હિટ ગીત ‘આપકે આ જાને સે..’ પર કમર મટકાવીને ડાન્સ કરવા લાગી જાય છે. તેને ડાન્સ કરતા જોઈને અન્ય નેતા પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તે પણ તેની સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે.

સભામાં હાજર લોકો પણ ઉત્સાહિત થઈ જાય છે ગોવિંદાના ડાન્સને જોયા બાદ, આ સાથે હાજર લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. ગોવિંદાની સ્ટાઈલ અને ઉત્સાહ પહેલા જેટલો જ જબરદસ્ત દેખાઈ રહ્યો છે. તે ગીતની દરેક લાઇનને ફુલ એક્સપ્રેશન સાથે મેચ કરતો જોવા મળે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ અભિનેતાનો આવો લુક પહેલીવાર જોવા મળ્યો છે.

ગોવિંદા શિવસેનામાં જોડાયા છે

તમને જણાવી દઈએ કે, વર્ષ 2004માં ગોવિંદ મુંબઈ ઉત્તર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

અભિનેતા માર્ચ 2024માં શિવસેનામાં જોડાયો હતો. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા ત્યારથી તેઓ ચૂંટણી પ્રચારનો હિસ્સો છે. ગોવિંદા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે નહીં તે હાલમાં નક્કી થયું નથી. જો કે, એવી ધારણા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમને મુંબઈ નોર્થ વેસ્ટમાંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

Next Article