Gangubai Kathiawadi : સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ, ગંગુબાઈના દીકરાએ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો

|

Feb 17, 2022 | 8:39 AM

ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પર સાચા તથ્યો સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. ફિલ્મમાં ખોટા તથ્યો બતાવવામાં આવ્યા છે.

Gangubai Kathiawadi : સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ, ગંગુબાઈના દીકરાએ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો
Sanjay Leela Bhansali film controversy before release
Image Credit source: Alia Bhatt Instagram

Follow us on

Gangubai Kathiawadi : આલિયા ભટ્ટ (Alia Bhtt) સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હવે ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલી(Sanjay Leela Bhansali)ની ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ ફિલ્મને લઈને ઘણા પ્રશ્નો  ઉભા કર્યા છે. ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ(Gangubai Kathiawadi Controversy)પર ફિલ્મમાં સાચા તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે.

ફિલ્મમાં ખોટા તથ્યો બતાવવામાં આવ્યા છે. ગંગુબાઈના પુત્રના જણાવ્યા અનુસાર તેની માતા સામાજિક કાર્યકર્તા (Gangubai Kathiawadi Social Activist)હતી, પરંતુ ફિલ્મની અંદર તેને વેશ્યા તરીકે દર્શાવવામાં આવી છે. આ દરમિયાન ગંગુબાઈના પરિવારે પણ કહ્યું કે સંજય લીલાની આ ફિલ્મ બનાવવા માટે તેમની પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જ્યારે ગંગુબાઈ પર પુસ્તક લખવામાં આવ્યું હતું, તે સમયે પરિવારની પરવાનગી પણ લેવામાં આવી ન હતી.

ગંગુબાઈના પરિવારે વિરોધ નોંધાવ્યો

ગંગુબાઈના પરિવારમાં, તેમના પુત્ર બાબુ રાવજી શાહ અને તેમની પૌત્રી ભારતી ફિલ્મને લઈને ખૂબ જ નારાજ છે. ગયા વર્ષે બાબુ રાવજી શાહે પણ આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે ફિલ્મ વિરુદ્ધ અરજી કરી હતી. આ પછી સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને પણ મુંબઈની અદાલતે સમન્સ પાઠવ્યું હતું.

1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો
Blood Sugar : શું કેરી ખાવાથી બ્લડ સુગર વધે છે?
ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો
તાજમહેલ જે જમીન પર બન્યો છે ત્યાં પહેલા શું હતું? કોની હતી જમીન જાણો
મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કર્યું હોત તો તમે આજે કરોડપતિ હોત
દિગ્ગજ અભિનેતાની પત્નીએ દીકરાના નામે 17 લાખનું દાન કર્યુ, જુઓ ફોટો

કોર્ટમાં કેસ પેન્ડિંગ છે

બોમ્બે હાઈકોર્ટે પાછળથી ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને ફિલ્મના નિર્માતાઓ સામે ફોજદારી માનહાનિની ​​કાર્યવાહી પર વચગાળાનો સ્ટે પણ મંજૂર કર્યો હતો. મામલો હજી પેડિંગ છે. આજ તકના અહેવાલ મુજબ બાબુ રાવજી શાહે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘મારી માતાને વેશ્યા બનાવવામાં આવી છે. લોકો હવે મારી માતા વિશે બિનજરૂરી વાત કરે છે.

ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ગંગુબાઈનો પરિવાર ચિંતિત છે

‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ગંગુબાઈનો પરિવાર ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગંગુબાઈનો પરિવાર હવે વારંવાર ઘર બદલીને મુંબઈમાં રહેવા મજબૂર છે. તે કહે છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ આસપાસના લોકો તેને પ્રશ્નો પૂછી રહ્યા હતા, જેના કારણે તે નારાજ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે ગંગુબાઈએ ચાર બાળકોને દત્તક લીધા હતા, પરંતુ આજે તેમનો પરિવાર ઘણો મોટો છે. ગંગુબાઈના પરિવારમાં 20 લોકો રહે છે

આ પણ વાંચો : Bappi Lahiri Last Rites : બપ્પી લહેરીનો પાર્થિવ દેહ આજે પંચમહાભુતમાં વિલીન થશે, પાર્લે સ્મશાન ગૃહ ખાતે થશે અંતિમ સંસ્કાર

Next Article