તમે કહી શકો કે હું ખરાબ ડાન્સર કે એક્ટર છું પરંતુ, ગંગુબાઈ’નું ટ્રેલર અને ‘ઢોલિડા’ ગીતનો રિસ્પોન્સ જોયા પછી Alia Bhatt એ આ વાત કહી

|

Feb 19, 2022 | 8:29 AM

આલિયા ભટ્ટે (Alia Bhatt) કહ્યું છે કે, તે ચોક્કસપણે ખરાબ અભિનેત્રી અથવા ડાન્સર બની શકે છે પરંતુ તેના માટે એવું ન કહી શકાય કે તે મહેનતુ નથી.

તમે કહી શકો કે હું ખરાબ ડાન્સર કે એક્ટર છું પરંતુ, ગંગુબાઈનું ટ્રેલર અને ઢોલિડા ગીતનો રિસ્પોન્સ જોયા પછી  Alia Bhatt એ આ વાત કહી
Gangubai Kathiawadi Song Dholida actress response
Image Credit source: instagram photo

Follow us on

Alia Bhatt :આલિયા ભટ્ટ (Alia Bhatt) ની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આલિયાએ ફિલ્મના ટ્રેલર અને પછી ફિલ્મના પહેલા ગીત ‘ઢોલિડા’થી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારથી આલિયાની ચારેબાજુથી ખૂબ પ્રશંસા થઈ રહી છે. આવી સ્થિતિમાં આલિયા ભટ્ટે કહ્યું છે કે, તે ચોક્કસપણે ખરાબ અભિનેત્રી અથવા ડાન્સર બની શકે છે, પરંતુ તેના માટે એવું ન કહી શકાય કે તે મહેનતુ નથી.

મિસ માલિનીના રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ જણાવ્યું કે, ફિલ્મની અંદર બે ગરબા ગીતો છે. તે જ સમયે, તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે ઢોલિડા ગીતના છેલ્લા ભાગનું રિહર્સલ કર્યું ન હતું. તે એક જ શોટમાં પૂર્ણ થયું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં 2 ગરબા ગીત

 

 

અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું- ફિલ્મની અંદર બે ગરબા ગીતો છે. બંને ગીતો એકબીજાથી ખૂબ જ અલગ છે. પહેલું ગીત ગંગા પર ફિલ્માવવામાં આવ્યું છે જ્યારે બીજું ગીત ગંગુબાઈ પર છે. આ ગીત ક્રુતિ મહેશે કોરિયોગ્રાફ કર્યું છે. ગંગા ગીતમાં એક અલગ પ્રકારની ઊર્જાની જરૂર હતી, ઢોલિડા ગીતનો છેલ્લો ભાગ પહેલા શૉટમાં જ પૂરો થઈ ગયો હતો, તેની પ્રેક્ટિસ નહોતી કરી.

અભિનેત્રીએ પોતાના અભિનય વિશે આ વાત કહી

આલિયાએ આગળ કહ્યું, ‘જ્યારે લોકો હવે તે ગીત જોઈ રહ્યા છે ત્યારે તેઓને ગીતનો છેલ્લો ભાગ પસંદ આવી રહ્યો છે, દરેક લોકો કહી રહ્યા છે કે ગીત સારું છે, જે લોકો મને પસંદ નહોતા કરતા તેઓ પણ કહી રહ્યા છે કે આલિયાએ ખૂબ મહેનત કરી છે.  મારે મારી જાતને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. અંતે, મારે કેમેરાનો સામનો કરવો પડશે. તમે મને ખરાબ એક્ટર કહી શકો, તમે મને ખરાબ ડાન્સર કહી શકો. મને દરેક બાબતમાં ખરાબ કહી શકાય પણ આલિયા મહેનતુ નથી એવું કહી શકતા નથી.

આ પણ વાંચો : Ukraine Russia Conflict: અમેરિકાએ વ્યક્ત કર્યો યુદ્ધનો ડર, બિડેને કહ્યું પુતિને યુક્રેન પર હુમલો કરવાનું મન બનાવી લીધું છે

Next Article