Gangubai Controversy: સંજય લીલા ભણસાલીની (Sanjay leela bhansali) ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ (Gangubai Kathiawadi) વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મને લઈને એક બાદ એક અનેક અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે, જેની સુનાવણી હાલ બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) ચાલી રહી છે. જ્યારે ફિલ્મની રિલીઝ હવે ખૂબ જ નજીક છે ત્યારે આ ફિલ્મ રિલીઝ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે…?
તમને જણાવી દઈએ કે,બોમ્બે હાઈકોર્ટે બુધવારે આલિયા ભટ્ટ અભિનીત ગંગુબાઈ ફિલ્મ વિરુદ્ધ ત્રણ અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. લાઈવલોના અહેવાલ મુજબ, ટ્રેલરમાં ‘ચાઈના’ શબ્દના ઉપયોગ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે, જ્યાં ગંગુબાઈ ડેન્ટિસ્ટ પાસે જાય છે અને કહે છે,’આપ પૂરી ચીન મુંહ મેં ઘુસાયેગેં ક્યા?
એડવોકેટ અશોક સરગીએ કહ્યું કે, તેઓ પૂર્વોત્તર રાજ્યો વિશે ચિંતિત છે કારણ કે માત્ર શારીરિક દેખાવને કારણે જ ઉત્તરપૂર્વના લોકો ચીન સાથે જોડાયેલા છે. “હું કોઈ મોટી વસ્તુ માંગતો નથી,તમે શા માટે આપણા જ લોકો (પૂર્વોત્તર) ની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગો છો ?”વધુમાં તેણે કહ્યું કે તે આ ફિલ્મની રિલીઝની વિરુદ્ધ નથી.
ભણસાલી પ્રોડક્શનના વકીલ રવિ કદમે કહ્યું કે, અજ્ઞાનતાના આધારે અરજીને ફગાવી દેવી જોઈએ.આ વિસ્તારમાં પરંપરાગત ચીની ડોક્ટરો છે. તેને ઉત્તર પૂર્વના રહેવાસીઓ સાથે કોઈ લેવાદેવા નથી. જો હું દાંતની સમસ્યાનો સામનો કરવા માટે ચાઇનીઝ ડૉક્ટરને જોઉં, તો શું સમસ્યા છે ?
ઉપરાંત તેણે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ફિલ્મમાં ડેન્ટિસ્ટનું બોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ચાઈનીઝ ડોક્ટર છે. કમાઠીપુરામાં ચીનનું કબ્રસ્તાન છે. આ અજ્ઞાનતા છે, જેથી આ અરજી ફગાવી જોઈએ. તમને જણાવવુ રહ્યુ કે, મુંબઈની બે સૌથી જૂની ચાઈનીઝ રેસ્ટોરન્ટમાંની એક કમાઠીપુરામાં હતી. આ એક ઐતિહાસિક હકીકત છે. આ ફિલ્મ 1950ના દાયકા પર આધારિત છે. તેમજ આ ફિલ્મ પુસ્તકના એક પ્રકરણ પર આધારિત સત્ય ઘટના છે.
ધારાસભ્ય અમીન દ્વારા દાખલ કરાયેલી એક અરજીમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક ડિસ્ક્લેમર હોવો જોઈએ અને કાઠીસવાડ અને કમાઠીપુરાનો સંદર્ભ દૂર કરવો જોઈએ.
આ પણ વાંચો : અભિનેત્રી કંગના રનૌતને માનહાનિના કેસમાં ભટિંડા કોર્ટમાં હાજર થવા સમન્સ, જાણો શું છે મામલો ?