રવિવારે સવારે કેટલાક અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘરની બાહર ગોળીબાર કર્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પણ આ ઘટનાની નોંધ લીધી છે. હવે ખબર પડી ગઈ છે કે ઈદ પછી સલમાનના ઘરે આ ફાયરિંગ કોણે કરાવ્યું હતું. તાજેતરમાં, લોરેન્સ બિશ્નોઈની ગેંગે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તેઓએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કર્યો હતો. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. લોરેન્સનો ભાઈ અનમોલ હાલ અમેરિકામાં છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ હુમલો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈએ કર્યો છે અને એવું પણ કહેવાય છે કે સલમાન, આ તો બસ ટ્રેલર બતાવવા માટે જ આ હુમલો કર્યો છે. આ અમારી પ્રથમ અને છેલ્લી ચેતવણી છે.
(ઓમ)(જય શ્રી રામ)(જય શ્રી જંબેશ્વર)(જય ગુરદેવ દયાનંદ સરસ્વતી)(જય ભારત) અમે શાંતિ ઈચ્છીએ છીએ જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે. જેથી તમે અમારી શક્તિનો અંદાજ લગાવી શકો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર ગોળીઓ ચલાવવામાં આવશે નહીં અને અમે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના નામે બે કૂતરા રાખ્યા છે જેમને તમે ભગવાન માનતા હતા. મને બહુ બોલવાની આદત નથી. જય શ્રી રામ, જય ભારત, સલામ શાહિદા (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ)
તમને જણાવી દઈએ કે આ મામલામાં સલમાન ખાનના ઘરની બહાર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. મુંબઈ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ફોરેન્સિક ટીમ અને એટીએસની ટીમ પણ તપાસ માટે ત્યાં પહોંચી ગઈ છે. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તેના દરેક પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હવે હુમલાખોરોએ પણ આ મામલાની જવાબદારી લીધી છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : સલમાન ખાનના ઘરને બનાવ્યું નિશાન, ઘરની દિવાલ પર થયેલ ફાયરિંગની તસવીરો આવી સામે, જુઓ photo
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તરફથી પણ નવા અપડેટ્સ આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ ફાયરિંગ કરનારાઓ મહારાષ્ટ્ર બહારના છે. એક અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ સલમાન ખાનના ઘરની અંદરથી એક ગોળી મળી આવી છે.
Published On - 5:07 pm, Sun, 14 April 24