The Kashmir Files : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રને અપીલ કરી છે કે તે Kashmir Files ને દેશભરમાં કરમુક્ત બનાવવા માટે કેન્દ્રીય GST હટાવે.સાથે જ CM ભૂપેશ બઘેલે (CM Bhpesh Baghel) એમ પણ કહ્યું કે તે આજે રાત્રે 8 વાગ્યે રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે ફિલ્મનો શો જોશે. ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે આક્ષેપ કર્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે,તેણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ સરકાર(Congress Party) લોકોને આ ફિલ્મ જોવા દેવા માગતી નથી અને તે થિયેટરોને ટિકિટ ન વેચવા દબાણ કરી રહી છે.ત્યારે CM ભૂપેશ બધેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે ટ્વિટ કરીને કહ્યુ કે, ભાજપના ધારાસભ્યોએ માગ કરી છે કે’કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત કરવી જોઈએ. હું માનનીય વડાપ્રધાનને વિનંતી કરું છું કે તેઓ આ ફિલ્મ પરથી સેન્ટ્રલ GST હટાવવાની જાહેરાત કરે.આ ફિલ્મ દેશભરમાં કરમુક્ત થઈ જશે.
भाजपा के विधायकगणों ने मांग की है कि ‘कश्मीर फ़ाइल्स’ को टैक्स फ़्री कर दिया जाए।
मैं माननीय प्रधानमंत्री से अनुरोध करता हूं कि वे इस फ़िल्म से केंद्रीय जीएसटी हटाने की घोषणा करें। पूरे देश में फ़िल्म टैक्स फ़्री हो जाएगी। @PMOIndia
— Bhupesh Baghel (@bhupeshbaghel) March 16, 2022
સાથે જ તેમણે બુધવારે એક ટ્વિટમાં જણાવ્યુ હતુ કે,આજે વિધાનસભાના તમામ આદરણીય સભ્યો (વિપક્ષના સભ્યો સહિત)ને એક સાથે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે રાત્રે 8 વાગ્યે રાજધાનીના સિનેમા હોલમાં, અમે બધા ધારાસભ્યો સાથે મળીને ફિલ્મ જોઈશું.
आज विधानसभा के सभी सम्मानित सदस्यों (पक्ष-विपक्ष सहित) को एक साथ ‘कश्मीर फ़ाइल्स’ फिल्म देखने के लिए आमंत्रित किया है।
आज रात 8 बजे राजधानी के एक सिनेमा हॉल में हम सभी विधायक/आमंत्रित नागरिक एक साथ फिल्म देखेंगे।
— Bhupesh Baghel (@bhupeshbaghel) March 16, 2022
એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સમગ્ર દેશમાં BJP નેતાઓ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા મથામણ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અત્યાર સુધી હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશની સરકારોએ તેમના રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.
આ પણ વાંચો : The Kashmir Files: બદરુદ્દીન અજમલની ફિલ્મ પ્રતિબંધની માગ પર CM હિમંતા બિસ્વાનો પલટવાર, કહ્યું ‘ધર્મ સાથે ન જોડો’