Celebrities Covid 19 Update : ફિલ્મ મેકર મધુર ભંડારકર કોરોના પોઝિટીવ, સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર કોરોનાથી સંક્રમિત થયા છે. નિર્માતાએ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Celebrities Covid 19 Update : ફિલ્મ મેકર મધુર ભંડારકર કોરોના પોઝિટીવ, સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Filmmaker Madhur Bhandarkar tested positive
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:52 PM

બોલિવૂડ (Bollywood) અને ટીવી સેલિબ્રિટીઝ સતત કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સની આ યાદીમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે અને તે છે ફિલ્મ મેકર મધુર ભંડારકરનું (Madhur Bhandarkar). નિર્માતાએ તેના સોશિયલ મીડિયા (Social Media) પર આ માહિતી આપી છે. તેમણે લોકોને સુરક્ષિત રહેવા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.

 

ભંડારકરે ટ્વીટ કરીને લખ્યું, “કોરોના રસી લીધા છતાં પણ હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું. મને હળવા લક્ષણો છે અને મે પોતાની જાતને અલગ કરી છે. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ તાત્કાલિક તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. કૃપા કરીને સુરક્ષિત રહો અને કોરોના પ્રોટોકોલનું પાલન કરો.

આ પહેલા અભિનેત્રી મિથિલા પાલકર, ત્રિશાથી લઈને ગાયક વિશાલ દદલાની સુધી કોરોના સંક્રમિત છે. બધાએ સોશિયલ મીડિયા પર કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.

કોરોનાની આ ત્રીજી લહેરમાં સૌથી વધુ કલાકારો પોઝિટીવ થયા છે. કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, પ્રેમ ચોપરા, અર્જુન કપૂર જેવા સેલિબ્રિટી અગાઉ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. આ સિવાય કોરોનાના વધતા કેસો જોતા કેટલાક બોલીવૂડ પ્રોજેક્ટ્સને પણ હોલ્ડ પર મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો –

ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિનેતા: કન્નડ સુપરસ્ટાર યશના જન્મદિવસે ‘KGF: Chapter 2’નું નવુ પોસ્ટર થયુ રિલીઝ

આ પણ વાંચો –

કપિલ શર્માએ ટ્રાફિક સિગ્નલ પર સામાન વેચતી મહિલાઓને પૂછ્યું ‘શું તમે મારો શો જુઓ છો?’ મળ્યો કંઈક આવો જવાબ

આ પણ વાંચો

TMKOC: જેઠાલાલ ટ્રોલી બેગ લઈને કંઈક આ રીતે ચાલ્યા તો ફેન્સે પૂછ્યું – બેગે કયો નશો કર્યો છે? વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો