‘ઓપરેશન ગંગા’ પર બની રહી છે ફિલ્મ, પોસ્ટરમાં PMની ઝલક આવી સામે

'ઓપરેશન AMG'નું નિર્દેશન ધ્રુવ લાથેર કરી રહ્યા છે, જેમણે ફિલ્મ 'મારીચ' બનાવી છે. ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે. વિમાનો, યુદ્ધની તસવીરો અને હુમલામાં નાશ પામેલી ઇમારતો પોસ્ટરમાં દેખાઈ રહી છે. આ સિવાય પોસ્ટરમાં એક તસવીર પણ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછળથી દેખાઈ રહ્યા છે

ઓપરેશન ગંગા પર બની રહી છે ફિલ્મ, પોસ્ટરમાં PMની ઝલક આવી સામે
Film is being made on Operation Ganga
| Edited By: | Updated on: Jan 30, 2023 | 4:31 PM

રુસ-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કરી હતી, હવે તેના પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનું નામ ‘ઓપરેશન AMG’ રાખવામાં આવ્યું છે અને તે આવતા વર્ષે ગણતંત્ર દિવસ પર રિલીઝ થશે.

 પોસ્ટર આવ્યું સામે

‘ઓપરેશન AMG’નું નિર્દેશન ધ્રુવ લાથેર કરી રહ્યા છે, જેમણે ફિલ્મ ‘મારીચ’ બનાવી છે. ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે. વિમાનો, યુદ્ધની તસવીરો અને હુમલામાં નાશ પામેલી ઇમારતો પોસ્ટરમાં દેખાઈ રહી છે. આ સિવાય પોસ્ટરમાં એક તસવીર પણ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછળથી દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં તેનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી. પોસ્ટરમાં લખ્યું છે કે, “ભારત તમને સ્વદેશ પરત લાવવા માટે આવી રહ્યું છે.”

યુક્રેનમાંથી ભારતીયોને બચાવવાનું મિશન

ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં નિર્માતા નીતુ જોશીએ લખ્યું, “તમારો સીટ બેલ્ટ બાંધો અને રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન બનેલી સાચી ઘટનાઓના સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ.” આ ફિલ્મ એબીના એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહી છે. નિર્માતાઓ અનુસાર, યુક્રેનમાં ફસાયેલા લગભગ 16 હજાર લોકોના જીવ બચાવવા માટે, ભારત સરકારે તેમને ઘરે લાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. હવે તે આના પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે.

સુનીલ જોશી અને નીતુ જોશી આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. સતીશ શેટ્ટી તેના કો-પ્રોડ્યુસર છે. ફિલ્મની વાર્તા અને પટકથા સમીર અરોરા અને પ્રેરણા અરોરાએ લખી છે. સંજીવ રણવીર પુરીની કલમમાંથી સંવાદો નીકળ્યા છે, જ્યારે તેની સિનેમેટોગ્રાફીની જવાબદારી રવિ યાદવે લખી છે. આ ફિલ્મ 26 જાન્યુઆરી 2024ના રોજ મોટા પડદા પર આવશે.

શું છે ઓપરેશન ગંગા ?

યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું મિશન તે ઓપરેશન ગંગા છે. રશિયન હુમલાને કારણે યુક્રેનિયન એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ત્યારે ડોશી દેશો પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયાની ફ્લાઈટ્સ ભારત આવી રહી છે. ભારતીય નાગરિકોને બુકારેસ્ટ અને બુડાપેસ્ટ થઈને લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા.

ત્યારે એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઈટ દ્વારા યુક્રેનથી 900થી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા હતા. રોમાનિયા અને હંગેરી જેવા પડોશી દેશોમાંથી ભારતીય ઈવેક્યુએશન ફ્લાઈટ્સ કાર્યરત કરવામાં આવી હતી. જેમાં ભારત સરકારે રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયાની સરહદોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું મિશન ચલાવ્યું હતુ. ત્યારે આ ઘટના પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે.