સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તમિલ સિનેમા આર્ટ ડિરેક્ટર મિલન ફર્નાન્ડીઝ, જેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેમનું નિધન થયું. કહેવામાં આવી રહ્યું છે કે અઝરબૈજાનમાં તે સાઉથના સુપરસ્ટાર અજીત કુમારની આગામી ફિલ્મ વિદામુયાર્ચીમાં કામ કરી રહ્યા હતા. તેમનું હાર્ટ અટેકના કારણે અઝરબૈજાનમાં જ મૃત્યુ થયું છે.
આ પણ વાંચો: World Cup 2023 Breaking News : વર્લ્ડ કપમાં સર્જાયો મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે અફઘાનિસ્તાનની જીત
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટર દ્વારા તેમના નિધનના સમાચાર શેર કર્યા છે. 15 ઓક્ટોબરની સવારે મિલાનનું અવસાન થયું. રમેશ બાલાએ જણાવ્યું કે સવારે તેણે હોટલમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હોટલમાંથી હોસ્પિટલ જતી વખતે તેમનું મોત થયું હતું. આ અચાનક આવેલા સમાચારે તેના તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમને યાદ કરી રહ્યા છે.
મિલન ફર્નાન્ડીઝની ગણતરી સાઉથ સિનેમાના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર્સમાં થતી હતી. તેણે અજીત કુમાર, થાલાપતિ વિજય અને વિક્રમ સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેણે વર્ષ 2006માં આર્ટ ડાયરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી, ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગઈકાલે રાત્રે શૂટિંગ પછી હોટલ પરત ફર્યા હતા અને સંપૂર્ણપણે સામાન્ય હતા, તેમની તબિયત સારી હતી. પરંતુ ત્યારબાદ સવારે તેમને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી અને ત્યારબાદ હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું.
જો આપણે અજિત કુમારની ફિલ્મ એટલે કે વિદામુયાર્ચીની વાત કરીએ, જેના શૂટિંગ માટે તેઓ અઝરબૈજાનમાં હતા, તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું દિગ્દર્શન મેગીજ થિરુમેની કરી રહ્યા છે. આ ફિલ્મ લાયકા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ આ મહિને શરૂ થયું હતું. દરમિયાન આ સમાચારે બધાને પરેશાન કરી દીધા છે.
Published On - 10:37 pm, Sun, 15 October 23