Nandini Gupta: ગામમાં પહોંચ્યા પછી ‘મિસ ઈન્ડિયા’એ ખેતરમાં ચલાવ્યું ટ્રેક્ટર, તસવીરો થઈ વાયરલ

Femina Miss India Nandini Gupta: ફેમિના મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીતનાર નંદિની ગુપ્તા (Nandini Gupta) ખેતરોમાં ટ્રેક્ટર ચલાવતી જોવા મળી છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Nandini Gupta: ગામમાં પહોંચ્યા પછી મિસ ઈન્ડિયાએ ખેતરમાં ચલાવ્યું ટ્રેક્ટર, તસવીરો થઈ વાયરલ
Nandini Gupta
| Edited By: | Updated on: May 04, 2023 | 8:07 PM

Femina Miss India Nandini Gupta: ગયા મહિને ફેમિના મિસ ઈન્ડિયાનું પરિણામ જાહેર થયું હતું . આ કોન્ટેસ્ટમાં રાજસ્થાનની રહેવાસી નંદિની ગુપ્તાને તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ ટાઈટલ પોતાના નામે કર્યા બાદ નંદિની દરેક જગ્યાએ ચર્ચામાં રહી હતી. હવે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નંદિની ગુપ્તા ખેતરોમાં ટ્રેક્ટર ચલાવતી જોવા મળી છે. ટ્રેક્ટર ચલાવતા તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની આ તસવીરો ફેમિના મિસ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. ફોટો શેર કરતા લખ્યું હતું કે, “એક પ્રાઉડ ખેડૂતની પુત્રી.” આગળ નંદિની ગુપ્તાને મેન્શન કરવામાં આવી છે.

તાજ પહેરેલી મળી જોવા

આ તસવીરોમાં નંદિની સુંદર લુકમાં જોવા મળી રહી છે. તેણે ડ્રેસ પર ફેમિના મિસ ઈન્ડિયાનો ટેગ લગાવ્યો છે. આ સાથે તે આ કોન્ટેસ્ટનો તાજ પોતાના માથા પર પહેરેલી જોવા મળી રહી છે. તેના ફેસ પર એક સુંદર સ્માઈલ જોવા મળી રહી છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં તમે ટીવી પર ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ જોઈ શકશો. 14 મેના રોજ તે ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યું છે, જેની જાણકારી નંદિની ગુપ્તાની આ તસવીરો શેર કરીને આપવામાં આવી છે.

આ પણ વાંચો : Mahi Phir Aa Raha Hai: ફેન્સ માટે મોટા સમાચાર, આ દિવસે ‘M.S. Dhoni : The Untold Story’ ફરી એકવાર થશે રિલીઝ

માત્ર 19 વર્ષની છે નંદિની ગુપ્તા

નંદિની ગુપ્તા માત્ર 19 વર્ષની છે અને તેને ફેમિના મિસ ઈન્ડિયા જીતવાનું સપનું સાકાર થયું છે. એવું કહેવાય છે કે આ સ્પર્ધા જીતવી તેનું બાળપણનું સપનું હતું. મોડલિંગની સાથે સાથે નંદિની અભ્યાસ પર પણ ધ્યાન આપી રહી છે. તે બિઝનેસ સ્ટડી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, જ્યાં એક તરફ આ સ્પર્ધાની વિજેતા નંદિની હતી તો બીજી તરફ શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ અને સ્ટ્રેલા થોના ઓઝુમ લુવાંગ સેકન્ડ રનર અપ રહી હતી. નંદિની સાથે આ બંને પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…