Fauji Calling કેમ આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું? Bidita Bagએ ઉઠાવ્યો રહસ્ય પરથી પડદો

|

Feb 25, 2021 | 4:00 PM

'ફૌજી કોલિંગ'ની વાર્તા વિશે વાત કરતાં બિદિતા કહે છે કે અમારી ફિલ્મ ઉરી હુમલાથી પ્રેરિત છે અને તે એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મ સૈનિક અને તેના પરિવારની ભાવનાત્મક વાર્તા છે.

Fauji Calling કેમ આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું? Bidita Bagએ ઉઠાવ્યો રહસ્ય પરથી પડદો
Fauji Calling

Follow us on

દેશભક્તિથી ભરેલી, એક સૈનિક અને તેના પરિવારના ભાવનાત્મક બંધન પર આધારિત ફિલ્મ ‘ફૌજી કોલિંગ’ આ અઠવાડિયે 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી બિદિતા બાગ સૈન્ય પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. બિદિતા ઉપરાંત શર્મન જોશી, મુગ્ધા ગૌડસે, ઝરીના વહાબ અને વિક્રમ સિંહની પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે.

ફિલ્મ ‘ફૌજી કોલિંગ’ વિશે વાત કરતાં બિદિતા બાગ કહે છે કે સૌ પ્રથમ હું એમ કહેવા માંગુ છું કે ફિલ્મનો ભાગ હોવાનો મને ગર્વ છે, જેનું ટ્રેલર ખુદ આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ જીએ રજૂ કર્યું હતું, આનાથી વધુ સારૂ સન્માન ફિલ્મ માટે શું હોઈ શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

‘ફૌજી કોલિંગ’ની વાર્તા વિશે વાત કરતાં બિદિતા કહે છે કે અમારી ફિલ્મ ઉરી હુમલાથી પ્રેરિત છે અને તે એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મ સૈનિક અને તેના પરિવારની ભાવનાત્મક વાર્તા છે. જેમ તમે જાણો છો, સૈનિકો સરહદ પર આપણા દેશનું રક્ષણ કરે છે, પરંતુ તેમનો પરિવાર તે શક્તિ છે જેના કારણે તેઓ આપણા દેશની રક્ષા માટે પોતાનો જીવ આપે છે. તો આ ફિલ્મની વાર્તા લડત કરતાં કુટુંબિક અને પારિવારિક બંધન પર વધુ છે અને આ આ ફિલ્મની USP પણ છે, બીજું આ ફિલ્મ મારી કારકિર્દી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બિદિતાએ ફિલ્મના નામની ચર્ચા કરતી વખતે કહ્યું કે અમે આ ફિલ્મનું નામ ‘ફૌજી કોલિંગ’ રાખ્યું છે કારણ કે સરહદના મોટાભાગમાં વીડિયો કોલિંગ અને વોટ્સએપ કામ કરતા નથી અને માત્ર કોલિંગ દ્વારા ફૌજી તેના પરિવાર સાથે જોડાયેલ રહે છે. તે તેમની સાથે ફોન પર વાત કરે છે અને દેશની સુરક્ષામાં રોકાયેલા છે, તેથી ફિલ્મનું નામ ‘ફૌજી કોલિંગ’ રાખવામાં આવ્યું છે.

 

Next Article