અજય દેવગનને Salt and Pepper લુકમાં જોઈને દિવાના થયા ચાહકો

|

Jul 08, 2021 | 8:49 PM

અજય દેવગન (Ajay Devgn) હિન્દી સિનેમાના એક એવા કલાકાર છે, જે ઘણીવાર ફિલ્મો માટે જુદા જુદા દેખાવ લે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર અજયના સ્પેશ્યલ લુકના ફોટા આજકાલ જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

અજય દેવગનને Salt and Pepper લુકમાં જોઈને દિવાના થયા ચાહકો
Ajay Devgan

Follow us on

બોલિવૂડ (Bollywood) એક્ટર અજય દેવગન (Ajay Devgn) ચાહકોના દિલમાં રાજ કરે છે. અજય દેવગને તેમની કારકિર્દીમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. અજય ઘણીવાર પોતાની ફિલ્મો માટે એક ખાસ પ્રકારનો દેખાવ પોતાની જાત પર અજમાવે છે. તાજેતરમાં જ અજયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે એક અલગ જ સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. અજયના નવા લુકને જોઇને ચાહકો ચોંકી ગયા છે.

અજય દેવગન એક એવા અભિનેતા છે, જેને તમામ વય જૂથોના લોકો પસંદ કરે છે. 90 ના દાયકાથી આજ સુધી અજય ચાહકોના દિલમાં વસી રહ્યા છે. અજય હવે અચાનક તેમના લુક માટે ચર્ચામાં આવી ગયા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લુક્સને લઈને હેડલાઇન્સમાં અજય

કેટલાક ફોટા અને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અજય દેવગન હોવોનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફોટામાં અજય સંપૂર્ણ સફેદ દાઢીમાં જોવા મળી રહ્યા છે. જો અજય દેવગન ખરેખર ફોટામાં છે, તો તેમની આ અલગ શૈલી પ્રશંસનીય છે.

સોશિયલ મીડિયા પર અજય દેવગનનો આ નવો લુક જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ નવા લુકમાં અજયે તેમની મોટી દાઢી અને મૂછમાં જોવા મળી રહ્યા છે. અજય પહેલા ક્યારેય આવા લુકમાં જોવા મળ્યા ન હતા. આવી સ્થિતિમાં ચાહકો આશ્ચર્યચકિત છે અને પૂછે છે કે શું તે ખરેખર અજય છે કે અન્ય કોઈ. તે જ સમયે, કેટલાક ચાહકો તો અજયની તબિયતની ચિંતા પણ કરી રહ્યા છે.

કેમ લીધો અજયે આ લુક?

અમે તમને જણાવી દઈએ કે અજય દેવગને જે લુક આ સમયે લીધો છે તે તેમની આગામી ફિલ્મ વિશે છે. જી હા, અભિનેતાએ આ લુક આગામી ફિલ્મ ‘થૈંક ગોડ’ (Thank God) માટે રાખ્યો છે. આ ફિલ્મમાં અજય એક અલગ રીતે ચાહકોને મળવા જઇ રહ્યા છે.

અહીં જુઓ અજયનો નવો લુક

 

 


આ ફિલ્મમાં અજય દેવગન સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઈન્દર કુમાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓ અજય દેવગનના ખૂબ સારા મિત્ર પણ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અજય દેવગને તેમની ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. મલ્ટી સ્ટારર ભુજ 13 ઓગસ્ટે હોટસ્ટાર પર રિલીઝ થશે. અજય પાસે હાલમાં મેદાન જેવી ઘણી ફિલ્મો છે.

 

Next Article