Bappi Lahiri: ડિસ્કો ડાન્સરથી લઈને તમ્મા તમ્મા અને ઉલાલા સુધી આ છે બપ્પી દા ના સુપરહીટ ગીતો

સંગીત ઉદ્યોગમાં બપ્પી દાનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યુ છે તેમણે 80 અને 90ના દશકમાં એકથી એક સુપરહીટ ગીતો આપ્યા છે.

Bappi Lahiri: ડિસ્કો ડાન્સરથી લઈને તમ્મા તમ્મા અને ઉલાલા સુધી આ છે બપ્પી દા ના સુપરહીટ ગીતો
Bappi Lahiri (File Image)
| Edited By: | Updated on: Feb 16, 2022 | 4:01 PM

બોલીવૂડના પ્રખ્યાત અને પીઢ ગાયક બપ્પી દાનું (Bappi Lahiri) અવસાન થયુ છે અને આ સાથે જ એક દિગ્ગજ કલાકારની ખોટ પડી છે. સંગીત ઉદ્યોગમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યુ છે તેમણે એકથી એક સુપરહીટ ગીતો આપ્યા છે.

Koi Yahan Aha Nache Nache

આ ગીત 1979માં રીલિઝ થયુ હતુ અને તેને ઉષા ઉથુપ અને બપ્પી લહેરીએ ગાયુ હતુ. આજે પણ જ્યારે આ સોન્ગ વાગે છે તો લોકો નાચવા મજબૂર થઈ જાય છે.

Tamma Tamma Loge

આ સોન્ગ 1989માં રીલિઝ થયેલી ફિલ્મ થાનેદારનું છે. અનુરાધા પૈડવાલ અને બપ્પી લહેરીએ આ સોન્ગ ગાયુ હતુ. આ ગીત માધુરી દિક્ષીત અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવ્યુ હતુ.

De De Pyaar De

આ એ સોન્ગ છે જેણે બપ્પી લહેરીને ઘર ઘરમાં જાણીતા બનાવી દીધા. આ ગીત શરાબી ફિલ્મનો ભાગ છે.

Jimmy Jimmy Jimmy Aaja

આ પણ બપ્પી લહેરીના સુપરહીટ ગીતોમાંથી એક છે, જે 1982માં રીલિઝ થયુ હતુ.

I am a disco dancer

બપ્પી દાનું આ સોન્ગ બધાનું ફેવરિટ છે. તે 1997માં આવેલી ફિલ્મ ડિસ્કો ડાન્સરનું સોન્ગ છે. આજ સોન્ગના કારણે મિથુન ચક્રવતીને પણ ખૂબ ખ્યાતી મળી હતી.

Ooh La La

2011માં આવેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’નું આ સોન્ગ જેને શ્રેયા ઘોષાલે બપ્પી લહેરી સાથે મળીને ગાયુ હતુ. આ ખૂબ જ પ્રખ્યાત ગીત સાબિત થયુ હતુ, જેને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે.

Tune Maari Entriyaan

2013માં આવેલી ફિલ્મ ગુંડેનું સોન્ગ, આ ગીતમાં પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ અને અર્જુન કપૂર જોવા મળ્યા હતા. તેને બપ્પી લહેરી અને નીતિ મોહને ગાયું હતું.

આ પણ વાંચો – Death Anniversary : દાદાસાહેબ ફાળકેએ માત્ર 15000માં બનાવી હતી પહેલી ફિલ્મ, જાણો આ રસપ્રદ કહાની

આ પણ વાંચો – Bappi Lahiri : માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડતા શીખ્યા બપ્પી, આ રીતે ‘ડિસ્કો કિંગ’ તરીકે મળી ઓળખ

આ પણ વાંચો – Bappi Lahiri Net Worth : કરોડોની સંપત્તિના માલિક હતા બપ્પી લહેરી, જાણો સિંગરની નેટવર્થ વિશે