બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) કેટલા ફિટ છે તે જગજાહેર છે. ખાસ કરીને કોરોના કાળમાં તેમણે જે રીતે લોકોને મદદ કરી છે અને તેમની જરૂરિયાતો પૂરી કરી, તેના કારણે તે સામાન્ય લોકો માટે તેઓ મસીહા બની ગયા છે. લોકોને તેમના માટે હવે વધુ માન થઇ આવ્યું છે. તેમણે ઘણી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવી હતી, જેના કારણે લોકો તેમને રોલ મોડેલ માનતા ન હતા. પરંતુ કોરોના સમયગાળા દરમિયાન તેમણે કરેલી કામગીરીએ તેઓને રિયલ લાઈફ હીરો બનાવી દીધા.
બોડી ફીટ રાખવા કરે છે ખુબ મહેનત
આજે સોનુ સૂદ (Sonu Sood) લોકો માટે રોલ મોડલ બની ગયા છે. સોનુ સૂદ ઘણી ફિલ્મોમાં તેમની બોડી (Sonu Sood Fitness) બતાવતા જોવા મળ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે તેની તેમની આટલી ફીટ બોડી પાછળ કેટલી મહેનત અને કેટલું ડાયટ (Diet) છે? જો તમે પણ આ વિશે જાણવા માંગતા હોવ તો ચાલો આજે તમને જણાવી દઈએ તેમની ફિટનેશ વિશે.
સોનુ સૂદ ફિટનેશ પર આપે છે ખાસ ધ્યાન
સોનુ સૂદ તેમની ફિટનેસ અને ડાયેટ પર ઘણું ધ્યાન આપે છે. તમને જણાવી દઈએ કે સોનુ સૂદ સંપૂર્ણપણે શાકાહારી છે. જોકે, સોનુને વધારે પડતો ખોરાક લેવાની ટેવ છે. આ કારણે લોકો તેને ફૂડી પણ કહે છે. સોનુ સૂદ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ભારે અને ત્રણ વખત હળવો ખોરાક ખાય છે. જ્યારે ખાસ પ્રસંગોએ વધુ પ્રમાણમાં ખાવાથી પણ અચકાતી નથી. સોનુનું માનવું છે કે વ્યક્તિને એનર્જેટિક રહેવા માટે આરોગ્ય, ખોરાક અને વર્કઆઉટ્સ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો તમે ક્યારેય વધારે આહાર લો છો, તો તમારે વધુ વર્કઆઉટ્સ કરીને તેને સંતુલિત કરવું પડે છે. આ માટે તમારે સક્રિય રહેવાની જરૂર છે.
જાણો શું ખાય છે સોનુ સૂદ?
સોનુ સૂદ સંપૂર્ણ શાકાહારી છે અને આવી સ્થિતિમાં તે ફક્ત શાકાહારી ચીજો પર નિર્ભર રહે છે. સવારના નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી, તે ફક્ત ભાટ, દાળ, રોટલી, ફળો, લીલા શાકભાજી અને બ્રોકોલીનું જ સેવન કરે છે. તે જ સમયે, તે નાસ્તામાં ડ્રાયફ્રૂટ અને મખાના જ ખાય છે. સોનુ પોતાને સ્વસ્થ રાખવા માટે આહારમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવાનું ભૂલતા નથી.
આ પણ વાંચો: Birthday Special: ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલીવૂડમાં ચમકનાર હુમા કુરેશી એક ફિલ્મના લે છે અધધધ રૂપિયા
આ પણ વાંચો: આંખોની સમસ્યા નથી સામાન્ય: ઘટવા લાગ્યું છે આંખોનું તેજ, તો આપવાનો આ 6 ઘરેલુ ઉપાય