VIDEO : જીમમાં 80 કિલોનો રૈક ખેંચતી જોવા મળી Disha Patani, ટાઈગર શ્રોફે આપી આ પ્રતિક્રિયા

|

Feb 18, 2022 | 5:42 PM

દિશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક એક્સરસાઇઝ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે 80 કિલોનું રૈક ખેંચી રહી છે.

VIDEO : જીમમાં 80 કિલોનો રૈક ખેંચતી જોવા મળી Disha Patani, ટાઈગર શ્રોફે આપી આ પ્રતિક્રિયા
Disha patani and Tiger Shroff (File Photo)

Follow us on

Viral Video : દિશા પટ્ટણીની (Disha Patani)ફિટનેસના સૌ કોઈ ફેન છે. એક્ટ્રેસે પોતાની સુંદરતાથી લોકોનું ધ્યાન તો ખેંચ્યું જ છે પરંતુ તેની ફિટનેસને લઈને પણ ચાહકોને દિવાના બનાવ્યા છે. તે તેના સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. જેમાં તે જીમમાં કસરત કરતી જોવા મળે છે.

તાજેતરમાં દિશાએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે 80 કિલો રૈક ખેંચતી જોવા મળે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયો પર એક્ટર ટાઈગર શ્રોફે (Tiger Shroff)પર કોમેન્ટ કરી છે.તેણે દિશાની સરખામણી વન્ડર વુમન સાથે કરી છે.

29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો
Peacock Feather At Home: ઘરમાં મોરપંખ રાખવાથી શું થાય છે? જાણો અહીં
Plant In Pot : બ્રોકલી ઘરે ઉગાડવાની આ સરળ ટીપ્સ જાણો
આજનું રાશિફળ તારીખ 28-03-2025

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

તમને જણાવી દઈએ કે, દિશા પટ્ટણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક એક્સરસાઇઝ વીડિયો (Exercise Video) પોસ્ટ કર્યો છે જેમાં તે 80 કિલો રૈક ખેંચી રહી છે. આ કામ તે ખૂબ જ સરળતાથી કરતી જોવા મળે છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે રૈક પુલ 5 રેપ્સ 80 કિલો. તેમના આ વીડિયો પર ઘણા સેલેબ્સની પ્રતિક્રિયા આવી રહી છે. ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફે ટિપ્પણી કરી છે કે, તમે ફાયર છો. જ્યારે તેની માતા આયેશાએ બીસ્ટ લખ્યું છે. આ પોસ્ટ પર પુરો શ્રોફ પરિવાર કોમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

દિશા પટ્ટણી આ વર્ષે ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે

તમને જણાવી દઈએ કે, દિશા તેની ફિટનેસને લઈને ટાઈગર જેટલી જ સજાગ છે. બંને હાલમાં પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. દિશા ફિલ્મ ‘યોધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહી છે.તે આ વર્ષે રિલીઝ થનારી ‘એક વિલન 2’માં જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે પણ જોવા મળશે.

આ પણ વાંચો : New Film : મધુર ભંડારકરની ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું શૂટિંગ શરૂ, તમન્ના ભાટિયા જોવા મળશે લીડ રોલમાં