Saira Banu Admitted : દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ

|

Sep 01, 2021 | 1:51 PM

અભિનેત્રી અને દિલીપ કુમારની પત્ની સાયરા બાનુની તબિયત અચાનક બગડી છે. તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Saira Banu Admitted : દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ
FIle Photo

Follow us on

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર (Dilip Kumar) સાહેબની બેગમ સાહિબા સાયરા બાનોની (saira banu) તબિયત લથડી છે. સાયરા બાનોને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં(Hinduja Hospital દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, 77 વર્ષીય સાયરા બાનુને 3 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

તો ઓક્સિજન લેવલ પણ ઘટી રહ્યું છે. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 54 વર્ષ સુધી દિલીપ કુમાર સાથે રહેતા સાયરા બાનુ તેના વગર એકલા પડી ગયા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તમને જણાવી દઈએ કે સાયરા બાનુએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1961 માં ફિલ્મ જંગલીથી કરી હતી. આ પછી તે પડોસન, પુરબ ઔર પશ્ચિમ, જમીર જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. સાયરા બાનુ માત્ર આઠ વર્ષની ઉંમરે દિલીપ કુમારને દિલ આપી બેઠા હતા. સાયરા બાનુએ આ ઉંમરે નક્કી કર્યું હતું કે તે દિલીપ કુમાર સાથે લગ્ન કરવા માંગે છે. તે દિલીપ કુમાર કરતા ઉંમરમાં 22 વર્ષ  નાના છે.

 

સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો. તેની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતી. તે જ સમયે, તેના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુ નાની હતી ત્યારે તેના માતા અને પિતા અલગ થયા હતા. તેમનું બાળપણ લંડનમાં પસાર થયું હતું.

સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો. તેની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતી. તે જ સમયે, તેના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુ નાની હતી ત્યારે તેના માતા અને પિતા અલગ થયા હતા. તેમનું બાળપણ લંડનમાં પસાર થયું હતું.

સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો. તેની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતા. તે જ સમયે, તેના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુ  નાના હતા ત્યારે તેના માતા અને પિતા અલગ થયા હતા. તેમનું બાળપણ લંડનમાં પસાર થયું હતું.

તમને જણાવી દઈએ કે, 7 જુલાઈના રોજ દિલીપ કુમારનું નિધન થયું હતું. સારા બાનોએ તેમના મૃત્યુ પર કહ્યું- ‘ભગવાને મારી પાસેથી જીવવાનું કારણ છીનવી લીધું. સાહેબ વિના, હું કંઈપણ વિચારી શકતી નથી.

આ પણ વાંચો : લો બોલો તાલિબાન ક્યારે સરકાર બનાવશે તેની જાણકારી હવે દુનિયાને પાકિસ્તાન આપશે !

આ પણ વાંચો :જાણો કંદહારની એ ગુફાનુ રહસ્ય, જ્યાં અમેરીકન સૈનિકો પણ જતા ડરે છે

Published On - 1:13 pm, Wed, 1 September 21

Next Article