શું તમે જાણો છો શાહરૂખ ખાનને કારણે રાની મુખર્જીને મળી હતી ફિલ્મ કુછ કુછ હોતા હૈ?

|

Mar 23, 2021 | 3:20 PM

ફિલ્મ "કુછ કુછ હોતા હૈ" આજે પણ ઘણા લોકોની પ્રિય ફિલ્મ હશે. પરંતુ શું તમે જાણો છો આ ફિલ્મમાં કેવી રીતે કરવામાં આવી હતી રાનીની પસંદગી.

શું તમે જાણો છો શાહરૂખ ખાનને કારણે રાની મુખર્જીને મળી હતી ફિલ્મ કુછ કુછ હોતા હૈ?
કુછ કુછ હોતા હૈ

Follow us on

જ્યારે પણ ‘કુછ કુછ હોતા હૈ ફિલ્મનું’ નામ આવે છે ત્યારે શાહરૂખ ખાન અને રાની મુખર્જીની જોડી યાદ આવી જતી હોય છે. જો કે શાહરૂખ ખાન અને રાની મુખર્જીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ માટે આ જોડીને ખાસ યાદ કરવામાં આવે છે. તેમજ બંનેના અભિનયના ખુબ વખાણ થતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કામ કરવા માટે 8 અભિનેત્રીઓએ સાફસફ ના કહી દીધી હતી. જી હા 8 અભિનેત્રીઓએ આ ફિલ્મ ઠુકરાવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાની મુખર્જી બોલીવૂડમાં તેના જોરદાર અભિનયની સાથે સાથે તેના અવાજ માટે પણ જાણીતી છે. રાનીએ 16 વર્ષની ઉંમરે ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ જોયા બાદ શાહરૂખ ખાનને તેની અભિનય ખુબ ગમ્યો હતો.

એ દિવસો રાની મુખર્જીના સંઘર્ષના દિવસો હતા. આ દરમિયાન કરણ જોહર તેની ફિલ્મ કુછ કુછ હોતા હૈ માટે અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા. મીડિયાના અહેવાલો અનુસાર તમને જણાવીએ તો શાહરૂખ ખાને રાણી મુખર્જીને લેવા કરણ જોહરને અપ્રોચ કર્યો હતો. તમને જણાવી દઈએ કે રાનીની પહેલી ફિલ્મમાં તેનો અવાજ ડબ કરવામાં આવ્યો હતો. જી હા પહેલી ફિલ્મમાં રાનીનો ઓરીજીનલ અવાજ નહોતો કારણ કે ઘણા લોકોને તેનો અવાજ પસંદ ન હતો. જોકે તેની ફિલ્મ કુછ કુછ હોતા હૈ માટે કરણ જોહરે રાનીનો અવાજ ડબ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. એવું કહેવામાં આવે છે કે આઠ અભિનેત્રીઓએ ફિલ્મમાં ટીનાના પાત્રને ભજવવાની ના પાડી દીધી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પરંતુ શાહરૂખ ખાનને રાની મુખર્જીનું નામ યાદ આવ્યું. આ બાદ તેમણે રાનીનું નામ કરણ જોહરને સૂચવ્યું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાનીએ કહ્યું હતું કે, “કરણ જોહરને તેની ફિલ્મ કુછ કુછ હોતા હૈ માટે આઠ અભિનેત્રીઓએ ના પાડી દીધી હતી. કેમ કે તે દરેક અભિનેત્રીઓનું માનવું હતું કે શાહરૂખ ખાન અને કાજોલ એક હિટ જોડી છે, તેથી ટીનાનું પાત્ર ક્યાય ખોવાઈ જશે. અને તેને એટલી વેલ્યુ અને પ્રેમ નહીં મળે. હું કરણ જોહરની છેલ્લી પસંદગી હતી.” જાહેર છે કે રાની અને કરણનો આ નિર્ણય ખુબ સાર્થક સાબિત થયો હતો.

Next Article