સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ પહેલા સોશિયલ મીડિયા પર સલમાનને આડકતરી ધમકી આપી, પછી પોસ્ટ ડિલીટ કરી નાખી, જાણો શું છે મામલો ?

|

Mar 31, 2022 | 6:50 AM

સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ હવે પાકિસ્તાની-અમેરિકન અભિનેત્રી સોમી અલીએ તેના પર ગંભીર આરોપ લગાવીને બધાને આશ્વર્ય ચકિત કર્યા છે.

સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ પહેલા સોશિયલ મીડિયા પર સલમાનને આડકતરી ધમકી આપી, પછી પોસ્ટ ડિલીટ કરી નાખી, જાણો શું છે મામલો ?
Somi Ali And Salman Khan Controversy

Follow us on

Salman Khan Controversy : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) ભૂતપૂર્વ  ગર્લફ્રેન્ડ સોમી અલીએ(Somy Ali)  ​​તેના ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ કરી હતી, જેણે બધાને ચોંકાવી દીધા છે. સોમી અલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના ‘આતે-જાતે’ સોંગ પરથી લેવામાં આવ્યો છે. આ તસવીરમાં સલમાન અને ભાગ્યશ્રીનો ચહેરો બતાવવાને બદલે માત્ર તેમનો પડછાયો જ દેખાય છે. આ પોસ્ટમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનને (Aishwariya rai Bachchan) પણ ટેગ કર્યું છે.

આ પોસ્ટને શેર કરીને સોમી અલીએ સલમાન ખાનનું(Actor Salman Khan)  નામ લીધા વગર ખુલાસો કરવાની ધમકી આપી છે. સોમીની આ ધમકીથી ફિલ્મી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.

બાદમાં પોસ્ટ ડિલીટ કરી નાખી

સોમી અલીની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે, સોમીએ આ પોસ્ટ પર લિમિટેડ કોમેન્ટ એક્સેસ આપી છે એટલે કે સોમી અલીને ફૉલો કરનારા લોકો જ તેની પોસ્ટની નીચે કૉમેન્ટ કરી શકે છે.જો કે હવે તેણે આ પોસ્ટ ડિલીટ પણ કરી નાખી છે.આ કારણે તે સલમાન ખાનના ફેન્સના હાથે ટ્રોલ થવાથી બચી ગઈ છે, પરંતુ હવે દરેક વ્યક્તિ એ જાણવાની કોશિશ કરી રહી છે કે સોમી અલી કયા ખુલાસાનો ઉલ્લેખ કરી રહી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પોસ્ટમાં સોમી અલીએ લખ્યુ હતુ કે, બોલિવૂડના હાર્વે વેનસ્ટેન. તમે ખુલ્લા પડી જશો. તમે જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે, તેઓ ચોક્કસપણે એક દિવસ દુનિયાની સામે આવશે અને સત્ય બધાની સામે આવશે. ઐશ્વર્યા બચ્ચનની જેમ…..!

જાણો કોણ છે હાર્વે વેનસ્ટેન ?

તમને જણાવી દઈએ કે, હાર્વે વેનસ્ટેન એક અમેરિકન ફિલ્મ નિર્માતા છે જે જાતીય શોષણ માટે સજા ભોગવી રહ્યા છે. 2020માં તેને 23 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 80 થી વધુ મહિલાઓએ હાર્વે પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમના પર આરોપ લગાવનારી આ મહિલાઓમાં હોલિવૂડ અભિનેત્રી જેસિકા માન, હાર્વે વેઈનસ્ટીનની પૂર્વ સહાયક મીમી હેલીનો સમાવેશ થાય છે. જ્યારે તેને સજા થઈ ત્યારે હોલીવુડની ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓએ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Grammys 2022: ઓસ્કર બાદ હવે તમે જોઈ શકશો ગ્રેમી એવોર્ડ્સનો ભવ્ય સમારંભ, જાણો સંપૂર્ણ વિગતો

Published On - 6:49 am, Thu, 31 March 22

Next Article