Mumbai : ‘ધૂમ’ ફિલ્મ ફેમ અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી, પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

|

Mar 31, 2022 | 9:38 AM

લેખિત ફરિયાદમાં રિમી સેને(Rimi Sen)  જણાવ્યું હતુ કે, તે આરોપી બિઝનેસમેનને અંધેરીના ગોરેગાંવમાં એક જીમમાં મળી હતી. ત્રણ વર્ષ પહેલા બંનેની મુલાકાત થઈ હતી.એક મહિનામાં જ બંને સારા મિત્રો બની ગયા.

Mumbai : ધૂમ ફિલ્મ ફેમ અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી, પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR
Actress Rimi Sen (File Photo)

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ રિમી સેન (Actress Rimi Sen) સાથે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અભિનેત્રી રિમી સેને મુંબઈના એક બિઝનેસ મેન પર 4.40 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આ અંગે ખાર પોલીસ સ્ટેશનમાં(Mumbai Police)  FIR પણ નોંધાવી છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ આ મામલાની જાણકારી પોલીસને આપી હતી, જેના કારણે 29 માર્ચે આ મામલે FIR નોંધવામાં આવી હતી. પોતાની લેખિત ફરિયાદમાં રિમી સેને(Rimi Sen)  જણાવ્યું હતુ કે, તે આરોપી બિઝનેસમેનને અંધેરીના ગોરેગાંવમાં એક જીમમાં મળી હતી. ત્રણ વર્ષ પહેલા બંનેની મુલાકાત થઈ હતી.એક મહિનામાં જ બંને સારા મિત્રો બની ગયા.

અભિનેત્રીએ જણાવ્યું કે આરોપીએ પોતાને મુંબઈ સ્થિત બિઝનેસ મેન હોવાનો દાવો કર્યો હતો. તેણે પોતાનું નામ જતીન વ્યાસ (Jatin Vyas) જણાવ્યુ હતુ.વધુમાં રિમીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે એલઇડી લાઇટિંગ કંપની ખોલવા માંગે છે. જ્યારે તેણે તેની યોજના રિમી સેનને જણાવી, ત્યારે તેણે રિમીને રોકાણ (investment)કરવાની ઓફર કરી અને વચન આપ્યું કે જો તે નફો કરશે તો તે 40 ટકા વળતર આપશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી

આવી સ્થિતિમાં રિમી સેને તે વ્યક્તિની કંપની પર પૈસા લગાવ્યા.આ સાથે જ રિમી સાથે થયેલા કરારના કાગળો પણ મોકલવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ ખાર પોલીસે જતીન નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે,પોલીસે જતીન સામે IPCની કલમ 420 અને 409 હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ પહેલા સોશિયલ મીડિયા પર સલમાનને આડકતરી ધમકી આપી, પછી પોસ્ટ ડિલીટ કરી નાખી, જાણો શું છે મામલો ?

Next Article