
ધર્મેન્દ્રએ જે સમયે ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો ત્યારે મહેનત કરનારા લોકોનો દૌર ચાલી રહ્યો હતો. લોકોને ફિલ્મોમા આદર્શવાદ, સોશિયલ મેસેજ કે લેક્ચરબાજી અને વધુ પડતા ડ્રામા કરતા મનોરંજન જોઈતુ હતુ. એ સમયે એન્ટ્રી થાય છે ધર્મેન્દ્રની અને તેમણે તેમની એક આગવી ઓળખ અને સ્થાન બનાવ્યુ. જેના કિરદારમાં સામાન્ય માણસ પણ પોતાને કનેક્ટ કરી શકે. એક એવો હિરો જે મહેનતુ છે, ગુસ્સો પણ ખૂબ કરે છે, ખડખડાટ ખુલીને હસે છે. જે બહુ મોટા પરદાનો નાયક તો નથી પરંતુ મોટા પરદા પર જનતાનો પ્રતિનિધિ છે. પંજાબથી આવેલા આ દેશી યુવકની બોડી લેંગ્વેજ પણ રફ એન્ડ ટફ હતી. તેના એક્સપ્રેશન્સમાં સિનેમાના અભ્યાસમાંથી આવેલી શાલીનતા તો નહોંતી પરંતુ એક અક્કડપણુ અને એક અલહડપણુ જરૂર હતુ. માસ સિનેમાની શોધ પહેલાનો રિયલ માસ હિરો ધર્મેન્દ્ર 1950-60ના એ દશકમાં હિંદી ફિલ્મોના હિરો મોટાભાગે કોટ પેન્ટ પહેરતા. તેમની વાતોમાં અંગ્રેજી શબ્દોનું ચલણ વધુ રહેતુ અને તે એક મોટા શહેરમાં રહેતો બતાવવામાં આવતો, પરંતુ ધર્મેન્દ્ર જ્યારે સ્ક્રીન પર આવ્યા તો તેમની...
Published On - 6:29 pm, Fri, 28 November 25