Dhanush Aishwarya Divorce : રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે ધનુષે તોડ્યો 18 વર્ષનો સંબંધ, આપ્યુ આ નિવેદન

|

Jan 18, 2022 | 12:14 AM

ધનુષે જાહેરાત કરતા લખ્યું, 18 વર્ષનો સાથ રહ્યો જેમા અમે દોસ્ત, કપલ અને પેરેન્ટ્સ બનીને સાથે રહ્યા. આ જર્નીમાં અમે ઘણું બધુ જોયું.

Dhanush Aishwarya Divorce : રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે ધનુષે તોડ્યો 18 વર્ષનો સંબંધ, આપ્યુ આ નિવેદન
Dhanush Aishwarya Divorce (Symbolic Image)

Follow us on

Dhanush Aishwarya Divorce : સાઉથના સુપરસ્ટાર ધનુષે આજે એક મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ધનુષે પત્ની ઐશ્વર્યાથી અલગ થવાની જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ચાહકો ચોંકી ગયા છે. બંનેને સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય જોડી માનવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની (Rajinikanth) દીકરી છે. જાહેરાત કરતાં તેણે લખ્યું, ‘અમે 18 વર્ષ સુધી સાથે હતા જેમાં અમે મિત્રો, કપલ અને પેરેન્ટ્સ તરીકે સાથે રહ્યા હતા. આ પ્રવાસમાં આપણે ઘણું જોયું છે. આજે આપણા રસ્તાઓ અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને હું હવે એક કપલ તરીકે અલગ થઈ રહ્યા છીએ. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરો અને અમને પ્રાયવસી આપો.

તમને જણાવી દઈએ કે ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન વર્ષ 2004માં થયા હતા અને તે સમયે ધનુષ 21 વર્ષનો હતો. બંને વચ્ચે ઉંમરના તફાવતને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી, પરંતુ તેનાથી બંનેના પ્રેમ પર કોઈ અસર થઈ નથી. ઐશ્વર્યા ધનુષ કરતા 2 વર્ષ મોટી છે. પરંતુ બંનેએ ક્યારેય ઉંમરના અંતરને મહત્વ આપ્યું નથી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

અહીં જુઓ ધનુષનું ટ્વિટ

ધનુષ અને ઐશ્વર્યાની લવ સ્ટોરી

બંને પહેલીવાર ધનુષની ફિલ્મ Kadhal Kondaen દરમિયાન મળ્યા હતા. સિનેમાના માલિકે ઐશ્વર્યાનો ધનુષ સાથે પરિચય કરાવ્યો અને ઐશ્વર્યાએ તેને તેના શાનદાર અભિનય માટે અભિનંદન પાઠવ્યા. આ પછી, બીજા દિવસે અભિનેતાને ઐશ્વર્યા તરફથી ફૂલોનો ગુલદસ્તો મળ્યો. ધનુષને ઐશ્વર્યાનો આ અંદાજ પસંદ આવ્યો અને પછી બંને મિત્રો બની ગયા.

બંને જ્યારે પણ એકબીજાને મળતા ત્યારે ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ જતા હતા. બંનેના ફોટા વાયરલ થયા બાદ તેમના સંબંધો પર સવાલો ઉભા થયા હતા, પરંતુ ધનુષ ક્યારેય આ વિશે વાત કરતા ન હતા. ધનુષ કહેતા હતા કે ઐશ્વર્યા તેની બહેનની મિત્ર છે. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ધનુષ અને ઐશ્વર્યાના પરિવારજનો બંનેને લઈને ખૂબ જ ખુશ હતા અને પછી બંનેના પરિવારજનોએ તેમના પ્રેમને સત્તાવાર બનાવવાનો નિર્ણય કર્યો. બંનેએ 18 નવેમ્બર 2004ના રોજ ફરી સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય હતા જેમાં સાઉથના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

 

આ પણ વાંચો :  Maharashtra: મેટ્રિમોનિયલ સાઇટ પર મળેલા ફિરંગીના પ્રેમમાં પડી યુવતી, ગીફ્ટના ચક્કરમાં લૂટાવી દીધા 62 લાખ રૂપિયા

Next Article