Breaking news : દેવદાસ-જોધા અકબરના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી, સ્ટુડિયોમાંથી મૃતદેહ મળ્યો

નીતિન દેસાઈએ લિજેન્ડ ઓફ ભગત સિંહ, દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આત્મહત્યાના સમાચારે બોલિવૂડને આંચકો આપ્યો છે.

Breaking news : દેવદાસ-જોધા અકબરના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી, સ્ટુડિયોમાંથી મૃતદેહ મળ્યો
| Updated on: Aug 02, 2023 | 11:23 AM

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી છે. નીતિન દેસાઈ (Nitin Desai)નો મૃતદેહ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.બોલિવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નિતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમણે પોતાના સ્ટુડિયોમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મામલાને જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો : Vijay Sethupathi Family Tree: ફિલ્મ ‘જવાનનો’ સ્ટાર વિજય સેતુપતિ એક સમયે સેલ્સમેન તરીકે કામ કરતો હતો, આજે બોલિવુડમાં આપી રહ્યો છે હિટ ફિલ્મો

સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો

નિતિન દેસાઈએ જોધા અકબર, દેવદાસ અને હમ દિલ દે ચુકે સનમ, જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતુ.નિતિન દેસાઈએ લગાન, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કશ્મીર, દેવદાસ, ખાખી, સ્વેદશ જેવી ફિલ્મો માટે પ્રોડક્શન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતુ. તેમણે વર્ષ 2000માં હમ દિલ દે ચૂકે સનમ અને 2003માં દેવદાસ માટે સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો હતો. આ સિવાય તેમણે ફિલ્મ હરિશ્ચંદ્ર ફેક્ટ્રી માટે બેસ્ટ આર્ટ ડાયરેક્ટરના રુપમાં મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.

નીતિન દેસાઈ બોલિવૂડમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા, આ સિવાય તેઓ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય હતા. નીતિન દેસાઈ મરાઠી ફિલ્મોનું નિર્દેશન કરવા ઉપરાંત ફિલ્મોનું નિર્માણ પણ કરતા હતા. એટલું જ નહીં, તેણે કેટલીક ફિલ્મોમાં પોતે પણ અભિનય કર્યો હતો.

આર્ટ ડાયરેક્ટરનું શું કામ હોય છે

આર્ટ ડાયરેક્ટર સેટ, ઈન્ટિરિયર વગેરે પર કામ કરે છે અને આર્ટ સંબંધિત કામ પણ કરે છે. સેટને યોગ્ય દેખાવ આપવા માટે આર્ટ ડાયરેક્ટર પણ સિનેમેટોગ્રાફર સાથે કામ કરે છે.

જન્મદિવસના ચાર દિવસ પહેલા આપઘાત

નીતિન ચંદ્રકાંત દેસાઈનો જન્મ 6 ઓગસ્ટ 1965ના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. ચાર દિવસ પછી તેનો જન્મદિવસ હતો. તેમની ઉંમર 58 વર્ષની છે. પરંતુ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. નીતિન દેસાઈની પત્ની નેના નીતિન દેસાઈ ફિલ્મ નિર્માતા છે. બંનેને બે સંતાનો છે, એક પુત્રી અને એક પુત્ર.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:29 am, Wed, 2 August 23