દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝ સામે જાહેર કર્યું સમન્સ, કહ્યું- 26 સપ્ટેમ્બરે હાજર થાવ

|

Aug 31, 2022 | 3:51 PM

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) સામે સમન્સ જાહેર કરીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે હાલમાં આ કેસમાં દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટની નોંધ લીધી છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝ સામે જાહેર કર્યું સમન્સ, કહ્યું- 26 સપ્ટેમ્બરે હાજર થાવ
jacqueline fernandez

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ વધી રહી છે. સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને 26 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekar) પર 200 કરોડ રૂપિયાથી વધુની વસુલી કરવાનો આરોપ છે. હાલમાં, ઈડીએ આ જ કેસમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સામે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં ઈડીએ જેકલીન ફર્નાન્ડીઝનું નામ આરોપી તરીકે જાહેર કર્યું છે.

કોર્ટે મોકલ્યું સમન્સ

જેકલીન ફર્નાન્ડીઝને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝનાસુનાવણીની તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરી છે. આ પહેલા ઈડીએ તેની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડીઝને આરોપી બનાવી હતી. તપાસ એજન્સી ઈડીનું માનીએ કે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પહેલાથી જ જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર એક ઠગ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈડીએ પણ માને છે કે જેકલીન ફર્નાન્ડીઝ પહેલાથી જ જાણતી હતી કે સુકેશ ખંડણીખોર છે. હાલમાં આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ કોર્ટે હવે આ મામલે સંજ્ઞાન લીધું છે.

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાથી વધુની ખંડણીનો આરોપ છે. જ્યારે આ મામલે વધુ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે સુકેશે એક્ટ્રેસ જેકલીનને ઘણી મોંઘી ગિફ્ટ્સ પણ આપી હતી. જે બાદ ઈડીએ તેની કાર્યવાહી કરીને તેમની 7 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ત્યારબાદ ઈડીએ ચાર્જશીટ દાખલ કરી. ચાર્જશીટ મુજબ, ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાન સુકેશ ચંદ્રશેખર દ્વારા જેકલીન ફર્નાન્ડીઝનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેણે સુકેશના કોલનો જવાબ આપ્યો ન હતો. ચાર્જશીટમાં એવો પણ ખુલાસો થયો હતો કે સુકેશ ચંદ્રશેખરની એક સહયોગી પિંકી ઈરાનીએ તેને જેકલીન સાથે મુલાકાત કરાવી હતી. સુકેશ તેની સહયોગી પિંકી મારફતે જેકલીનને મોંઘી ગિફ્ટ મોકલતો હતો.

Published On - 3:10 pm, Wed, 31 August 22

Next Article