દીપિકા પાદુકોણે તેની માતા વિષે કર્યો આ રસપ્રદ ખુલાસો

|

Mar 11, 2022 | 7:02 PM

દીપિકા પાદુકોણ અત્યારે બોલિવુડની સૌથી વ્યસ્ત અભિનેત્રીમાંની એક ગણાય છે. દીપિકાની છબી બોલિવુડમાં એક સ્પષ્ટવ્યકતા અને નીડર વ્યક્તિ તરીકેની છે. તેણીએ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓમાં હંમેશા પોતાનો પક્ષ મજબૂત રીતે રાખ્યો છે.

દીપિકા પાદુકોણે તેની માતા વિષે કર્યો આ રસપ્રદ ખુલાસો
Deepika Padukone (File Photo)

Follow us on

દીપિકા પાદુકોણ (Deepika Padukone) માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે બોલિવૂડની સૌથી સ્પષ્ટવક્તા વ્યક્તિઓમાંની એક છે. ‘પીકુ’ની અભિનેત્રીએ સૌપ્રથમ વખત વર્ષ 2015માં ડિપ્રેશન સામેની તેની લડાઈ વિશે ખુલાસો કર્યો હતો. આજે આ વાતને ઘણા વર્ષો થઈ ગયા છે, અને સ્ટાર એક્ટ્રેસ એક ખૂબ મજબૂત અને નીડર વ્યક્તિ તરીકે ઊભરી આવી છે. દીપિકા અત્યારે ‘લિવ લવ લાફ’ (Live Love Laugh) સંસ્થા પણ ચલાવી રહી છે.

દીપિકા આજે તેના અભૂતપૂર્વ અભિનય અને વિનમ્ર વ્યક્તિત્વને લીધે બોલિવુડની ઉત્કૃષ્ટ અભિનેત્રી બની ચૂકી છે. છતાં પણ તેણી પોતાના કઠિન સંઘર્ષના દિવસોને ભૂલી નથી. દીપિકા તેની માતા ઉજ્જલા પાદુકોણ સાથે ખૂબ નજીક છે. હાલમાં તેણીએ તેની માતાને લઈને આ ખુલાસો કર્યો છે.

દીપિકાએ એક બ્યુટી મેગેઝિન સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ”તેની માતા એવી પ્રથમ વ્યક્તિ હતી કે જેને લાગ્યું હતું કે દીપિકાને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રોફેશનલ હેલ્પની જરૂર છે.” દીપિકાએ કહ્યું કે, “માનસિક બીમારી સાથેના મારા અનુભવ વિશે બોલતા અને હું જે માનું છું તેના માટે હું જે આજે બોલી શકું છે, તેણી પ્રેરણા મારી માતા જ છે. મને આજે પણ એ દિવસો યાદ છે કે જ્યારે હું દરરોજ સવારે ઉઠતી હતી, અને મારી પાસે નિરાશા, તણાવ સિવાય કંઇ જ ના હતું. પછી મારા જીવનમાં રણવીરનો (Ranveer Singh) પ્રવેશ થયો.”

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

“મારી કરિયર માટે 2013 એ બ્લોકબસ્ટર વર્ષ હતું અને બધું બરાબર ચાલી રહ્યું હતું. હું તેની સાથે સંબંધમાં હતી કે જેની સાથે મેં હવે લગ્ન કર્યા છે. મને બધું જ સંપૂર્ણ લાગતું હતું. મને લાગતું હતું કે, જીવન વધુ સારું કેવી રીતે હોઈ શકે? મારા સહિત મારી આસપાસના દરેકને કદાચ એવું જ લાગતું હતું.” ’83’ની અભિનેત્રીએ શેર કર્યું હતું.

દીપિકાએ ખુલાસો કર્યો કે, તે તેની માતા જ હતી જેને સૌપ્રથમ લાગ્યું હતું કે તેની પુત્રીને પ્રોફેશનલ હેલ્પની જરૂર છે. તેણીએ ત્યારબાદ તેમના ફેમિલી કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો હતો. અભિનેત્રીને તુરંત જ દવાઓ આપવામાં આવી હતી. દીપિકાએ કહ્યું કે, તેણે ઘણા મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો અને સહન કર્યું હતું.

વર્ક ફ્રન્ટ પર, દીપિકા પાદુકોણ છેલ્લે શકુન બત્રા દિગ્દર્શિત ‘ગહેરાઇયાં‘માં સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા સાથે જોવા મળી હતી. અભિનેત્રી હવે શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે ‘પઠાણ’ અને રિતિક રોશન સાથે ‘ફાઈટર’માં જોવા મળશે.

 

આ પણ વાંચો – નેટીઝન્સે દીપિકા પાદુકોણને ફરીથી ‘બેડ ફેશન ચોઈસ’ માટે કરી ટ્રોલ

 

Next Article