Arijit Singhની માતાનું અવસાન, કોરોના વાઈરસની સામે હાર્યાં જિંદગીની જંગ

|

May 20, 2021 | 5:32 PM

ઘણા લોકોએ કોરોના વાઈરસ રોગચાળામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. જેમાં દેશની અનેક મોટી હસ્તીઓ શામેલ છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ પણ છે જેમણે કોરોના વાયરસથી તેમનો અને તેમના સ્વજનોનો જીવ ગુમાવ્યો છે.

Arijit Singhની માતાનું અવસાન, કોરોના વાઈરસની સામે હાર્યાં જિંદગીની જંગ
Arijit Singh

Follow us on

ઘણા લોકોએ કોરોના વાઈરસ રોગચાળામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. જેમાં દેશની અનેક મોટી હસ્તીઓ શામેલ છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ પણ છે જેમણે કોરોના વાયરસથી તેમનો અને તેમના સ્વજનોનો જીવ ગુમાવ્યો છે. એકવાર ફરી બોલીવુડમાંથી ખરાબ સમાચાર બહાર આવ્યા છે. પ્રખ્યાત ગાયક અરિજીત સિંઘના માતાનું નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી પોતાના જીવનની જંગ હારી ગયા છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

એક સમાચાર મુજબ અરિજીત સિંઘની માતાએ ગુરુવારે (20 મે) સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમની માતા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યારથી તેમની સરવાર કોલકાતાની AMRI ઢાકુરિયા હોસ્પિટલમાં ચાલી રહી હતી. ગાયકની માતાની હાલત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી પણ ખૂબ જ ગંભીર હતી. તેમની સારવાર માટે A-બ્લડ ગ્રુપ દાતાઓની પણ જરૂર હતી.

 

 

તે પણ સ્પષ્ટ કરાયું હતું કે રક્તદાતા પુરુષ જ હોવો જોઈએ. આ વાતની જાણકારી ‘દિલ બેચારા’ અને ‘પાતાલ લોક’માં જોવા મળેલ અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ સોશિયલ મીડિયા પર આપી હતી. પોતાની માતાને લઈને ખુદ અરિજીત સિંઘે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું. તેમણે મદદ કરનારા લોકોનો આભાર માનવાની સાથે એક વિશેષ સંદેશ પણ આપ્યો હતો.

 

 

અરિજીત સિંઘે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘આ તે લોકોને વિનમ્ર નિવેદન કરુ છું જે આ સમયે મારી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમને વિનંતી છે કે કૃપ્યા વસ્તુઓને વધુ ન કરે ખાલી એટલા માટે કારણકે તમે અરિજીત સિંઘે નામ જોયું છે. જ્યાં સુધી આપણે દરેક વ્યક્તિનું સન્માન કરવાનું ન શીખીએ ત્યાં સુધી આપણે આ દુર્ઘટનામાંથી બહાર ન આવી શકીએ.

 

 

હું તેમનો આભારી છું જેઓ મારી પાસે પહોંચ્યા અને મદદ કરી, પરંતુ કૃપા કરીને યાદ રાખો કે આપણે બધા માણસો છીએ અને દરેક માનવી આપણી પ્રાથમિકતા છે.’ આપને જણાવી દઈએ કે અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે અરિજિતની માતાને બ્લડ ડોનરની જરૂર છે.

 

 

ગત ગુરુવારે સવારે સ્વસ્તિકાએ ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ગાયક અરિજીત સિંઘની માતા બીમાર છે અને તેમને A-બ્લડની જરૂરત છે. આ પોસ્ટની સાથે સ્વસ્તિકાએ એ પણ માહિતી આપી હતી કે અરિજિતની માતા કોલકાતાના AMRI ઢાકુરિયા હોસ્પિટલમાં દાખલ છે.

 

Next Article