Reliance Entertainment અને T-Series વચ્ચે થઈ ધમાકેદાર ડીલ, ચાહકોને જોવા મળશે આવી ખાસ ફિલ્મો

હાલમાં ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ બંને ઉદ્યોગના ટોચના દિગ્દર્શકો અને કલાકારો સાથે કામ કરી રહ્યા છે અને ઘણી મોટી ફિલ્મોને તેમના બેનર હેઠળ લાવી રહ્યા છે.

Reliance Entertainment અને T-Series વચ્ચે થઈ ધમાકેદાર ડીલ, ચાહકોને જોવા મળશે આવી ખાસ ફિલ્મો
Reliance Entertainment, T-Series
| Edited By: | Updated on: Sep 13, 2021 | 5:36 PM

મનોરંજન જગતને લગતા એક મોટા સમાચાર તાજેતરમાં બહાર આવ્યા છે. હવે દેશના બે સ્ટુડિયો ટી-સિરીઝ (T-Series) અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે (Reliance Entertainment) સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ બે પ્લેટફોર્મે હાથ મિલાવ્યા છે. સમાચાર અનુસાર બંને સ્ટુડિયો હવે 10થી વધુ ફિલ્મોમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. ચાહકો માટે સમાચાર આ કોઈ મોટી ભેટથી ઓછા નથી.

 

આ આગામી 10 ફિલ્મોનું બજેટ 1,000 કરોડથી વધુ રાખવામાં આવ્યું છે. તેમાં કોઈ શંકા નથી કે આ એક ધમાકેદાર ડીલ છે, જેના પર ભૂષણ કુમાર અને શિબાશિષ સરકાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સ્ટુડિયો સારા વિષયો પર આધારિત ફિલ્મો રજૂ કરવા જઈ રહ્યા છે.

 

કેવી હશે આ ફિલ્મો

આ નિર્ણય અંગે બંને સ્ટુડિયો દ્વારા સત્તાવાર રીતે નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમિલ બ્લોકબસ્ટર, એક બાયોપિક, એક જાસૂસી રોમાંચક, એક કોર્ટરૂમ ડ્રામા તેમજ વ્યંગ્ય કોમેડી, એક રોમાન્સ ડ્રામા અને સાચી ઘટનાઓ પર આધારિત શાનદાર ફિલ્મો ચાહકો માટે ખાસ રીતે રજૂ કરવામાં આવશે.

 

એટલું જ નહીં, અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મોનું નિર્માણ આગામી બેથી ત્રણ વર્ષમાં થશે. જેમાંથી પહેલી ફિલ્મ 2022માં વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મ નિર્માતાઓ – પુષ્કર અને ગાયત્રી, વિક્રમજીત સિંહ, મંગેશ હદવાલે, શ્રીજીત મુખર્જી અને સંકલ્પ રેડ્ડી – ફિલ્મોનું નિર્દેશન સંભાળશે.

 

ભૂષણ કુમારની ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે 100થી વધુ ફિલ્મો માટે મ્યુઝિક માર્કેટિંગ મોર્ચા પર એક સાથે કામ કર્યું છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે હવે જ્યારે બે મોટા સ્ટુડિયોએ હાથ મિલાવ્યા છે, ત્યારે ચાહકોને કંઈક ખાસ મળવા જઈ રહ્યું છે.

 

આપને જણાવી દઈએ કે આ સોદાને અંતિમ રૂપ આપવા પર ભૂષણ કુમારે કહ્યું છે કે એક સાથે મ્યુઝિક માર્કેટિંગ પર કામ કર્યા બાદ આ સમન્વય યોગ્ય સમયે થયો છે. આગળ કહેવામાં આવ્યું છે કે આનાથી અમારા સંબંધો વધુ મજબૂત થશે. ભૂષણના મતે શિબાશીષ અને હું આપણી હિન્દી ફિલ્મ દર્શકોને નવી અને બિનપરંપરાગત ફિલ્મો આપવાની આશઆ રાખીએ છીએ.

 

તે જ સમયે મીડિયા અહેવાલો અનુસાર આ સોદામાં દેશના કેટલાક મોટા સ્ટાર્સના નામ સામેલ થવાની ધારણા છે, જોકે તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ દિવસોમાં ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ બંને ઉદ્યોગના ટોચના દિગ્દર્શકો અને કલાકારો સાથે કામ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો :- પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા

 

આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર