ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની ઓફિસમાં મળી ‘ગુપ્ત તિજોરી’, Raj Kundra Case માં થઈ શકે છે મોટા ખુલાસા

શિલ્પા શેટ્ટીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે હતી કે તે 'વાયાન' કંપની સાથે સંકળાયેલી હતી અને તેણે ગયા વર્ષે જ આ કંપની છોડી. આ બાદ અહેવાલ અનુસાર ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની ઓફિસમાંથી ગુપ્ત અલમારી મળી છે. જાણો વિગત.

ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની ઓફિસમાં મળી 'ગુપ્ત તિજોરી', Raj Kundra Case માં થઈ શકે છે મોટા ખુલાસા
Crime Branch found 'intelligence cupboard' in Raj Kundra's office!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:39 AM

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj Kundra) વિરુદ્ધ તપાસ દરમિયાન મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચને (Mumbai Crime Branch) ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે જણાવ્યું હતું કે રાજ કુંદ્રાની વિયાન અને જેએલ સ્ટ્રીમની ઓફીસમાં એક ખાનગી તિજોરી મળી છે. આ ખાનગી તિજોરીમાંથી પોર્નોગ્રાફી કેસથી સંબંધિત ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળી શકે છે.

આ અગાઉ ક્રાઇમ બ્રાંચે શુક્રવારે કોર્ટમાં જણાવ્યું હતું કે રાજ કુંદ્રા જલ્દીથી 121 પોર્ન વિડીયો સાથે 9 કરોડ રૂપિયામાં સોદો કરવા જઇ રહ્યો છે. તેમના એક વોટ્સએપ ગ્રુપ અને અન્ય ઇમેઇલ્સમાં થયેલી વાતચીતમાં ખુલાસો થયો છે કે આ લોકો દ્વારા અશ્લીલ ફિલ્મોને લગતા આ ધંધાનું નામ ‘પ્રોજેક્ટ ખ્વાબ’ રાખવામાં આવ્યું છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

જણાવી દઈએ કે રાજ કુંદ્રા હાલમાં 27 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં છે. તેમજ શુક્રવારે 6 કલાક સુધી ક્રાઇમ બ્રાંચે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે જ ‘વિયાન’ કંપની છોડી દીધી હતી. પોલીસને આપેલા નિવેદનમાં અભિનેત્રીએ કહ્યું છે કે ‘હોટશોટ’ એપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે, તેના વિશે તે જાણતી નથી. તેણીને એટલું જ ખબર હતી કે તેના પતિની કંપની વેબસિરીઝ અને ટૂંકી ફિલ્મો બનાવે છે.

શિલ્પાએ કહ્યું પોર્ન અને એરોટિકા

સૂત્રોના જણાવ્યા અનુસાર શિલ્પાએ એરોટિકા અને પોર્ન જુદી જુદી સામગ્રી છે એમ કહીને રાજ કુંદ્રાનો બચાવ કર્યો હતો. રાજના સાથી અને કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષીએ તેના નામનો દુરૂપયોગ કર્યો છે. ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના પ્રશ્ને અભિનેત્રીએ કહ્યું કે તેમને આ વિશે કોઈ આઈડીયા નથી. શિલ્પાએ જણાવ્યું હતું કે હું પોતે એક અભિનેત્રી છું અને હું ક્યારેય પણ કોઈ પણ યુવતી પર નગ્ન દ્રશ્યો કરવા દબાણ ન કરી શકું અને આવું થવા પણ ના દઉં.

CCTV ફૂટેજની થઇ રહી છે તપાસ

ક્રાઈમ બ્રાંચના અધિકારી ‘વિયાન ઇન્ડસ્ટ્રીઝ’ માં રહેલા CCTV ફૂટેજની પણ સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. તપાસ ટીમ એ વ્યક્તિની પણ શોધ કરી રહી છે કે જેણે એપ્લિકેશન્સ માટેના ડિજિટલ ડેટાને સર્વરમાંથી ડીલીટ કરી નાખ્યો હતો. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ આ ડેટાને ફરીથી પાછો લાવવાના પ્રયાસમાં છે. મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે કુંદ્રાની હોટશોટ્સ એપમાં 20 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

સટ્ટા સાથે જોડાયા છે તાર

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં એ વાત પણ સામે આવી છે કે શિલ્પાના ખાતામાં આફ્રિકા અને લંડનથી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેની માહિતી આવકવેરા વિભાગ દ્વારા છુપાવવામાં આવી હતી. પૈસા કથિત રૂપે એક સટ્ટાબાજીની કંપનીને મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સલમાન ખાને હાથ જોડીને કેમ માંગી સુનીલ શેટ્ટીની દીકરી અથિયાની માફી? જાણો બાદમાં શું કહ્યું સુનીલે

આ પણ વાંચો: Shilpa Shetty એ આપ્યું પતિ રાજ કુંદ્રાની તમામ કંપનીઓમાંથી રાજીનામું, તપાસમાં લાગી ક્રાઈમ બ્રાંચ

Latest News Updates

બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
g clip-path="url(#clip0_868_265)">