T-Seriesના MD ભૂષણ કુમાર વિરુદ્ધ રેપ કેસમાં કોર્ટે ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો, જાણો શું છે મામલો ?

|

Apr 20, 2022 | 8:26 AM

એક મહિલાની ફરિયાદ પર મુંબઈની અંધેરી (Andheri Police) ડીએન નગર પોલીસે ગયા વર્ષે જુલાઈમાં કુમાર વિરુદ્ધ IPCની જોગવાઈઓ હેઠળ બળાત્કાર(Rape Case) અને છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

T-Seriesના MD ભૂષણ કુમાર વિરુદ્ધ રેપ કેસમાં કોર્ટે ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો, જાણો શું છે મામલો ?
T-Series MD Bhushan Kumar (File Photo)

Follow us on

મુંબઈની (Mumbai)  એક મેજિસ્ટ્રેટ કોર્ટે ટી-સિરીઝના (T Series) એમડી ભૂષણ કુમાર (MD Bhushan Kumar) સામે બળાત્કારના કેસમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો છે અને એ પણ અવલોકન કર્યું છે કે તપાસ દરમિયાન ઘણા કાયદાકીય પાસાઓ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ફરિયાદી મહિલાએ કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવતા કોર્ટે પોલીસને (Mumbai Police) કાયદા હેઠળ આ મામલે સંપૂર્ણ તપાસ કરવા જણાવ્યું છે અને ઝોનલ ડીસીપીને તપાસની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, એક મહિલાની ફરિયાદ પર મુંબઈની અંધેરી ડીએન નગર પોલીસે ગયા વર્ષે જુલાઈમાં કુમાર વિરુદ્ધ IPCની જોગવાઈઓ હેઠળ બળાત્કાર અને છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

પોલીસ દ્વારા “B સમરી” રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, કેસ ખોટો હોય અથવા આરોપી વિરુદ્ધ કોઈ પુરાવા ન હોય ત્યારે પોલીસ દ્વારા “B સમરી” રિપોર્ટ દાખલ કરવામાં આવે છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ મહિનાની શરૂઆતમાં સારાંશ રિપોર્ટને ફગાવી દીધો હતો અને તેનો સંપૂર્ણ આદેશ સોમવારે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. B સમરી નોટિસ પ્રાપ્ત કર્યા પછી મહિલાએ કોર્ટ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું, જેમાં જણાવ્યું હતું કે તે એક અભિનેત્રી (Actress) છે અને તેણે ભૂષણ કુમાર સામેના આરોપો “સંજોગગત ગેરસમજ”ને કારણે મૂક્યા છે અને તે પાછી ખેંચી રહી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેમને બી-સમરીની મંજૂરી સામે કોઈ વાંધો નથી.

કથિત પીડિતાએ કાયદાનો દુરુપયોગ કર્યો હતો

આ સમગ્ર મામલાને લઈને કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી પીડિતાનો સવાલ છે, તેણે પોતાના ફાયદા માટે ફોજદારી કાયદાનો ઉપયોગ કર્યો છે. તેનું વર્તન સાબિત કરે છે કે તેણે કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કર્યો છે જે ખૂબ જ નિંદનીય છે. પોતાના અંગત લાભ માટે આ મહિલાએ દરેક મર્યાદા ઓળંગી છે જેને તમામ મહિલાઓ વર્ષોથી અનુસરી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : KGF 2 Box Office Collection: ‘યશ’ નામનું તોફાન નહીં રોકાય, શું KGF 2 કલેક્શનમાં ‘દંગલ’ અને ‘બાહુબલી’ને માત આપી શકશે?

Published On - 8:26 am, Wed, 20 April 22

Next Article