Corona: Priyanka Chopra અને Nick Jonas એ ભારત માટે એકઠા કર્યા 22 કરોડ રુપિયા, જાણો ક્યાં ખર્ચ થશે

|

May 24, 2021 | 12:51 PM

પ્રિયંકાએ તેમના પતિ નિક (Nick Jonas) સાથે મળીને ફંડ રેઇઝીંગ દ્વારા 22 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી.

Corona: Priyanka Chopra અને Nick Jonas એ ભારત માટે એકઠા કર્યા 22 કરોડ રુપિયા, જાણો ક્યાં ખર્ચ થશે
Priyanka Chopra

Follow us on

Corona: દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે અને લાખો લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા સેલેબ્સ (Celebs) આગળ આવીને મદદ કરી રહ્યા છે. ઘણા સેલેબ્સ લોકોને ખાનગીમાં મદદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક સ્ટાર્સ ભંડોળ ઉભું કરી રહ્યા છે જેથી તેઓ લોકોને પણ મોટા પાયે મદદ કરી શકે.  જેમાં બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નું નામ પણ સામેલ છે.

પ્રિયંકાએ તેમના પતિ નિક (Nick Jonas) સાથે મળીને ફંડ રેઇઝીંગ દ્વારા 22 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. પ્રિયંકા અને નિકે આ રકમ ‘ગિવ ઈન્ડિયા’ ના નામે ભેગી કરી છે, જે કોરોના રોગચાળા સામે લડવામાં દેશને મદદ કરશે. હવે જ્યારે આ નાણાં ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, ત્યારે પ્રિયંકાએ ગિવ ઇન્ડિયાના સીઈઓ સાથે વાતચીતમાં કહ્યું છે કે આ નાણાંનો ઉપયોગ ક્યાં કરવો તે જોવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રિયંકાએ લખ્યું, ‘અતુલ સતીજાએ’ ગિવ ઈન્ડિયા ‘ના સીઈઓ સાથેની વાતચીતમાં કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને તે સ્થળો પર પણ ચર્ચા કરી જ્યા અમારુ ફંડ રેઇઝીંગ ‘ ટુગેધર ફોર ઈન્ડિયા’ માં ભેગા કરેલા આ રકમનો ઉપયોગ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ઉણપને દૂર કરવા અને વેક્સિન સપોર્ટ માટે કરવામાં આવશે. ‘

 

નોંધપાત્ર વાત એ છે કે, પ્રિયંકા ચોપરાએ ભારતમાં કથળતી સ્થિતિ જોઈને અમેરિકન રાષ્ટ્રપતિને ભારતને વેક્સિન આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મારા દેશની પરિસ્થિતિ નાજુક છે. તેમણે એક પોસ્ટ શેર કરીને લખ્યું: ‘મારું દિલ તૂટી ગયું છે. ભારત કોરોનાથી પીડિત છે. અમેરિકાએ 550 મિલિયનથી વધુ રસી ઓડર કરી છે. જો કે, આટલાની જરૂરત નથી.

 

તમને જણાવી દઇએ કે, ફંડ રેઇઝીંગ કરતી વખતે લોકોની મદદ મેળવવા બદલ પ્રિયંકાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘ઘણા બધા લોકોની મદદ કરવા માટે, આટલા લોકોને મદદ કરતા જોઈને ખૂબ આનંદ થાય છે. આપણે આ વાયરસને હરાવવાની જરૂરત છે, અને આ કરવા માટે આપણા બધાની જરૂરત છે. મારો દિલથી, આભાર. ‘

 

Next Article